________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સતર.
૧૮૫
એક વખત જગતમાં સુભટવર અંબડે પિતાના પિતાના કલ્યાણાર્થે ભરૂચમાં શકુનિકા વિહારને પાય લાવવા માંડ્યું. તેમ કરતાં નર્મદા નદીના નિકટપણાને લીધે જમીન એકાએક ફાટી તેમાં કારીગરે પડી ગયા, તે જોઈ અત્યંત ખેદપૂર્વક મંત્રીએ પિતાના આત્માને નિંદી સ્ત્રી અને પુત્ર સાથે તે ખાડમાં ઝંપાપાત કર્યો. પણ એટલે બધે નીચે પડ્યા છતાં તેમને કંઈ ઇજા થઈ નહીં. પછી મંત્રીના નિસીમ ત્રાતિશયથી પ્રસન્ન થયેલી કે દેવી ત્યાં આવી. તેને મંત્રીએ પૂછ્યું કે, “તમે કોણ છો ?” દેવી એલી કે, “હે વિરમુકુટ ! હું આ ક્ષેત્રની અધિષ્ઠાતા દેવી છું. તારા સત્વની પરીક્ષા કરવા મેં આ બધું કર્યું છે. ખરેખર તું સાત્વિકશિરોમણિ છે. તારી સ્તુતિ કરવી વ્યાજબી છે. આવી રીતે આટલા બધા માણસે માથા જે તારા સિવાય બીજો કયો પુરૂષ ભરવાનું કરે? તું ફિકર ન કર. આ સર્વે કારીગરો અંગે પાંગે અખંડ છે. કામ બંધ ન રાખવું.” એમ કહી દેવી અલેપ થઇ ગઇ, એટલે મંત્રીએ સહકુટુંબ સર્વ કારીગરેની સાથે બહાર નિકળી દેવીને યચિત ભેગ અર્પણ કર્યો. પછી કામ ચાલુ કરી ૧૮ હાથ ઉંચો શ્રીમુનિસુવ્રત સ્વામીને પ્રાસાદ બંધાવી શકુનિકા મુનિ અને ન્યગ્રોધ વિગેરેની લેપમય મૂર્તિ કરાવી. વિક્રમ સંવત ૧૨૨૦ની સાલે વીરપુરૂષોના અગ્રેસર તે અંબડે શકુનિકા વિહારના ઉદ્ધારનું કામ પૂરું કરાવ્યું.
પછી ગુરૂ શ્રી હેમાચાર્ય અને કુમારપાળ વિગેરે સકલ સંધને પાટણથી પ્રતિષ્ઠા ઉપર બેલાવી મહા મહત્સવ સાથે તે મંદીરમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરી. હત્કર્ષના આવેશમાં શિખર ઉપર મલ્લિકાર્જુનના ખજાના પૈકી કુમારપાળે ભેટ આપેલ બત્રીશ ઘડી સેનાને કળશ દંડ અને પટેળાની ધ્વજા યથાવિધિ ચડાવી
૧. અતિશય, ૨. સત્વને પ્રભાવ.
૨૪
For Private and Personal Use Only