________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
મંત્રીઓનું આ પ્રકારે બોલવું સાંભળી જયચંદ્ર રાજા સભા સમક્ષ બેલ્યો કે, “ગૂર્જરદેશ વિવેકમાં બૃહસ્પતિ કહેવાય છે તે યુક્ત છે. આવા કૃપાવંત રાજા હોવાથી તે દેશ સર્વ પ્રકારે શેભે છે. જીવ દયાની પ્રવૃતિ કરવા કેવા ઉદાર ઉપાયે ચાજી કાઢે છે. ધન્ય છે તે પુણ્યપૂરિત આત્માને. તે પિતાના આપથી દયા પાળે છે અને જો હું તેમની પ્રેરણા છતાં એ દયા ન પાળું તો પછી મારી બુદ્ધિની કેવી કિંમત થાય ?”
એમ કહી તેણે પિતાના દેશમાંથી એક લાખ એંશી હજાર જાળે અને હજાર બીજા હિંસાનાં ઉપકરણે મંગાવી બાળી નાખી ઢઢેરે પિટા કે, “આજથી હિંસાને બાળી નાખવામાં આવી છે.” પછી સામી ભેટ આપી મંત્રીઓને વિદાય કર્યો, અને તેમણે પાટણ આવી સર્વ હકીક્ત રાજા વિગેરે આગળ નિવેદન કરી. તે સાંભળી શ્રીહરિએ કુમારપાળની આ પ્રમાણે સ્તુતિ કરી
भूयांसो भरतादयः क्षितिधवास्तेधार्मिका जज्ञिरे । नाभून्नो मविता भवत्यवि न वा चौल्युक्य लुल्यस्तव ।। भक्त्या कापि धिया क्वापि धनधनस्वर्णादिदत्त्या क्वचिद् । देशे स्वस्य परस्य च व्यरचयज्जीवावनं यद्भवान् ॥ १ ॥
પ્રસિદ્ધ ભરતાદિ ઘણા રાજાઓ ધાક થઈ ગયા, પણ હે ચાલુકથ! તમારા જે પૂર્વ કોઈ થયું નથી, ભવિષ્યમાં થવાને નથી અને સાંપ્રતમાં છે નહીં. કારણ તમે કોઇ ઠેકાણે ભક્તિથી, તે કોઈ ઠેકાણે બુદ્ધિથી, તો કઈ ઠેકાણે પ્રચુર ધન અને સુવર્ણ વિગેરેના દાનથી એ રીતે પિતાના તેમજ પરના મુલકમાં છાનું રક્ષણ કરાવ્યું છે.” એટલામાં કોઈ કવિ બોલ્ય,
स्वस्ति ब्रह्मांडमांडात् प्रणयपरिगतः पद्मभूः पृच्छतीदं । स्वां भो श्रीहेमसूरे तव विशदयशोराशिनाग्रेपि पूर्ण ।। एतद्ब्रह्मांडभाडं पुनरखिलजगज्जीवमाशिनवारात् । प्रादुर्भूतं प्रभूतं तदिह कथय मे कुत्र संस्थापयामि ॥१॥
For Private and Personal Use Only