________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
એક સમયે છીંગદેવતાએ અમરસિંહને કહ્યું કે, “તમારો ભાઈ સમરસિંહ તમારાથી વિરૂદ્ધ છે, માટે રાજ્ય છોડી અન્ય સ્થળે જાઓ. વળી અવસરે તમેજ રાજા થશે.” અમરસિંહ કુમાર પણ દેવતાના એ આદેશથી દેશાંતર ફરતો ફરતો વિમળ નામના મંત્રીપુત્ર સાથે કંડિનપુર આવી પહોંચ્યા. ત્યાં ભાનુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે સમયે તે નગરમાં મરકીને ભારે ઉપદ્રવ . હતો. તેની શાંતિ વાતે બ્રાહ્મણના વચનને અનુસરીને રાજાએ
આજ્ઞા કરવાથી રાજપુરુષ દેવતાદિની આગળ પશુ વધ કરતા હતા. તે જોઈ કુમારે વાયા છતાં પણ રાજભાએ માન્યું નહીં. ત્યારે કુમાર છાગદેવતાનું સ્મરણ કર્યું તેથી દેવતાએ ત્યાં આવી પિતાના બળથી રાજપુરુષોને અટકાવ્યા. તે જોઈ લો આશ્ચર્ય પામ્યા. આ વાત સાંભળી ભાનુરાજા પણ ત્યાં આવે અને કુમારને જોઈ પૂછયું કે, “આપ ક્યાંથી પધાર્યા અને આમ કેમ?' - કુમારે ઉત્તર આપ્યો કે, “મહારાજ, આપ આ પશુઓને શું કરવા મરો છે? પશુના વધથી અશિવ મટતું નથી પણ ઉલટું પરાળના પૂળાથી અગ્નિની માફક લેકમાં અતિશય વધે છે. કારણ કે, હિંસા વિશ્વની શાંતિ માટે કરીએ તે પણ વિબ્રકારી જ થાય. તેમજ કુલાચાર બુદ્ધિથી કરીએ તોપણ કુળનો વિનાશ કર્યો વગર રહે જ નહીં. જે નિર્દય પુરુષે દેવતાના બળિ અથવા યજ્ઞના મિષે પ્રાણીઓને મારે છે તે ઘેર દુર્ગતિ પામે છે.
ત્યારે ભાનુરાજા બે કે, “આ મહામારી શી રીતે મટશે ?”
કુમારે કહ્યું કે, “મારા મંત્રના પ્રભાવથી.”
પછી તેણે એક કુમારિકાને બેલાવડાવી મંડપમાં બેસાડી કપૂરકુસુમાદિથી તેની પૂજા કરી. એટલે છાગદેવતા કુમારિકાના
૧ બકરાને જીવ જે દેવગતિ પામ્યા હતા તે.
For Private and Personal Use Only