________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
go
શ્રી કુમારપાલ પ્રમ"ધ,
ના માર્ગશીર્ષ વદ્ય ૪ ને રવિવારને દિવસે પુષ્ય નક્ષત્રમાં ત્રીજે પઢારે રાજ્ય મળશે. જે તે પ્રમાણે ન થાય તે હું નિમિત્ત જોવાનું છેાડી *ઉં.” એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને સૂરિએ તે દિવસવારના એક પત્ર કુમારપાળને તથા બીજો ઉડ્ડયન સ્ત્રીને આપ્યા. તેમના એ અદ્ભુત જ્ઞાનથી ચમત્કાર પામી કુમારપાળ બોલ્યા કે, “ જો આપતુ આ વચન સાચું પડશે તા હું આપને ક્ષિતિપૂતિ નિમી રાજહુ'સનીપેઠે આપણા ચરણકમળનું સેવન કરીશ. ” સૂરિએ કહ્યું, “અમારે રાજ્ય શા કામનું? જો તમને રાજ્ય મળે તે આમ રાજાની પેઠે પરમેશ્વરના (તીર્થંકરના) ધર્મને પ્રભાવ કરજો. ” રાજાએ તે વચન અંગીકાર કર્યું. પછી સૂરિએ ઉડ્ડયન મંત્રીને કુમારપાળનુ સર્વ સ્વરૂપ જણાવ્યું. એટલે તેણે કુમારપાળને પોતાને ઘેર બહુમાન પૂર્વક લેઇ જઈ સ્નાન, ભોજન અને શયનાદિથી સત્કાર કર્યો. એમ કેટલાક દિવસ કુમારપાળ મંત્રીને ઘેર રહ્યા પછી જયસિદ્ધ દેવને તેની ખબર પડી, તેથી તેણે કુમારપાળને મારવા માટે સૈન્ય મોકલ્યું. સૈનિકાએ આવી શોધ કરવા માંડયા એટલે કુમારપાળ મંત્રીના ધરમાંથી નિકળી સૂરિની શાળામાં નાઠે અને દીનતાથી ઓલ્યા કે, “મારી રક્ષા કરો. મારી રક્ષા કરી.” કરૂણાસાગર સૂરિએ તરતજ તેને ભોંયરામાં ઉતાયા અને તેનું દ્વાર ન જણાય તેવી રીતે પુસ્તકની ગાંસડીએથી બંધ કર્યું. એટલામાં સૈનિકા ફરતા ફરતા શાળામાં આવ્યા અને કાઈ ચાડિયાના કહેવાથી બાલ્યા કે, “ તમારા ઉપાશ્રયમાં કુમારપાળ છે તેને બહાર કાઢે.” આ વખતે પ્રાણીનું રક્ષણ કરવામાં મહાપુણ્ય છે અને જૂઠુ બેલવામાં અલ્પ પાપ છે, એમ વિચારી સૂરિએ કહ્યું કે, અહીં કુમારપાળ નથી.” પછી સૈનિકાએ રાજાની પ્રતિજ્ઞા આપી ત્યારે સૂરિએ સત્ય પણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ રાજા.
૨ કાઇને ખાટું લાગે અથવા નુર્કસાન કરે એવુ સત્ય વચન પણ એલવાની શાસ્ત્રમાં મના છે. કાણા માણસને કાણા કહેવા એમાં કઈ ખાટુ એટલે અસત્ય નથી પણ તે વચન તે કાણા માણસને અપ્રિય લાગે તેટલા માટે તે ખાલવાની છૂટ
For Private and Personal Use Only