________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६४
શ્રી કુમારપાલ પ્રબંધ.
-~-~-~~~-~~-~-~~-~~~~ ચી છે, પણ તેમાં કાંઈ જણાયું નહીં, તેથી હારીને પાછા ફર્યા. તે જાણી સિદ્ધરાજે નિરાશ થઈ એવું બીડું ફેરવ્યું કે, “જે કોઈ કુમારપાળની ભાળ લાવશે તેને મનવાંછિત ફળ આપીશ.” એ વચનને લાભ લેવા ઘણા સુભટ જૂદી જૂદી દિશાએ નિકળી પડ્યા.
- હવે રાત્રે ખેડુએ કુમારપાળને કાંટામાંથી કાઢયે. તે વખતે એના સર્વ શરીરમાં કાંટા વાગવાથી લેહી વહેતું હતું અને મરણ તેલ અવસ્થા થઈ હતી; છતાં ખેડુપ્રતિ બેલ્યો કે, “પ્રાણનું રક્ષણ કરવું એ મોટામાં મેટે ઉપકાર કહેવાય છે, તે પ્રમાણે આ કષ્ટમાંથી ઉગારી તમે મારાપર અણહદ ઉપકાર ચઢાવે છે. જુઓ ! ચંચાપુરૂષ ક્ષેત્રની રક્ષા કરે છે, પરછડીઓ હવેલીઓને બચાવ કરે છે, રક્ષા (રાખોડી) દાણું સડતા મટાડે છે અને દાંતમાં લીધેલું તૃણ જીવને ઉગારે છે તે પછી સાક્ષાત પુરૂષ શું ન કરે ? સુભાષિતકાર કહે છે કે, જેમ કાન કુંડળથી નહીં પણ શાસ્ત્રશ્રવણથી શોભે છે અને હાથે કંકણથી નહીં પણ દાનથી શોભે છે, તેમ દયાવંતોની દેહ ચંદનલેપથી નહીં પણ પરોપકારથી શોભે છે. આ પૃથ્વી ઉપકાર કરનારા અને કરેલે ઉપકાર જાણનારાઓએજ ધારણ કરેલી કહેવાય છે. હે ભાઈ, તમે મને જીવિતદાન આપ્યું છે તેથી તમારા ત્રણમાંથી હું છૂટું તેમ નથી. તે પણ મારો વખત આવે હું તમને ભાઈ પ્રમાણે બદલે આપીશ. એમ કહી તેને ભીમસિંહ
એવી સંજ્ઞા આપી જટા ભંદલ કરાવી દધિસ્થલી જવા નિકળે. રસ્તામાં એક ઝાડ નીચે વિસામે લેવા બેઠે. ત્યાં એક ઉંદરને રૂપિયા કાઢતે જોઈ તે કેટલા રૂપિયા કાઢે છે તે જોવા લાગે. એટલામાં તે ઉંદર ૨૧ રૂપિયા કાઢી તેમનાઉપર ના , બેઠે અને સૂતે. પછી તેમાંથી એક રૂપિયે લેઈ દરમાં પેઠે. એ ક્રિયા જોઈ કુમારપાળે વિચાર કર્યો કે, બેગ ભેગવવાના નથી, ગૃહકાર્ય કરવાનાં નથી, રાજાને ઘેરે આપવાનું નથી, કોઈની પણાગત કરવાની
૧ ચાડિયે.
૨ મુંડવી.
For Private and Personal Use Only