________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
ભાગ છે. -~ ~~-~ ~
~-~~~ भूमि कामगवि स्वगोमयरसैरासिंच रत्नाकरा । मुक्तास्वस्तिकमातनुध्वमुडुप त्वं पूर्णकुंभीभव ॥ धृत्वा कल्पतरोर्दलानिसरलैर्दिवारणास्तोरणा । न्यायत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥१॥
હે કામધેનુ ! તું તારા ગોમયરસથી ભૂમિનું સિંચન કર, હે રત્નાકરે ! તમે મોતીના સ્વસ્તિક (સાથીઆ) પૂરો, હે ચંદ્ર! તું જળથી ભરેલા કુંભ જેવો થા અને તે દિગ્ગજો. તમે પણ તમારા સરળ કર(ઇંડોવતે કલ્પવૃક્ષનાં પત્રો લાવી તેણે બાંધે. કારણ, શ્રી સિદ્ધરાજ જગતમાં વિજય કરી પધારે છે.” આ કાવ્ય સાંભળતાં જ તેમાંની અદભુત અર્ધચાતુરીથી ચમત્કાર પામી રાજા સરિનાં વખાણ કરવા લાગ્યું. તે સહન ન થવાથી બ્રાહ્મણે બોલી ઉઠયા, “મહારાજ! એમણે આ બધી વિદ્વત્તા અમારા વ્યાકરણાદિ શાસ્ત્રોમાંથી મેળવી છે. એટલે રાજા સૂરિસામું જોઈ બોલ્યો કે, “આ શું કહે છે?” સૂરિએ જવાબ દીધે, “મેંતે પૂર્વે બાલ્યાવસ્થામાં શ્રી મહાવીર સ્વામીએ સુધર્મેદ્રની આગળ વ્યાખ્યાન કરેલા શ્રીજૈનેંદ્ર વ્યાકરણનું અધ્યયન કર્યું છે.” આ સાંભળી રાજા બે, “એ બધી પ્રાચીન વાત પડતી મૂકી કોઈ આધુનિક ગ્રંથકારનું નામ આપે.” સૂરિએ કહ્યું, “જો આપ સહાય કરશે તો હું પિતેજ નવીન પંચાગી વ્યાકરણ રચું. રાજાએ તેમ કરવાનું કબૂલ કર્યું. એટલે સૂરિએ શ્રીકાશ્મીર દેશના પ્રવર નામે નગરના સરસ્વતી ભંડારમાંથી આધવ્યાકરણની આઠ પ્રતે મંગાવી આપવા વિજ્ઞાન પના કરી. રાજાએ તે વાત માન્ય રાખી પિતાના મંત્રીઓને પ્રવરપુર કલ્યા. તેમણે ત્યાં જઈ શ્રીભારતીનું આરાધન કરી સંતુષ્ટ કરી. તેથી તે દેવીએ પોતાના અધિકારીઓને આદેશ કર્યો કે, “હું શ્રીહેમાચાર્ય થતાંબરઉપર અતિ પ્રસન્ન છું અને પુરૂષાકારમાં મારી દ્વિતીય મૂર્તિ તે મુનિ છે. માટે તેને સારૂ પ્રતે કાઢી આપો.” અને ધિકારીઓએ પિતાની સ્વામિનીની આજ્ઞા પ્રમાણે પ્રતિ અર્પણ કરી. તે લઈ મંત્રીઓ પાટણ આવ્યા અને રાજાને શારદાનાં વચન કહી
For Private and Personal Use Only