________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ એકવીસમે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯
અભયકુમાર મ`ત્રીના પૂછવાથી શ્રીવીરપરમાત્માએ સ્વમુખે કહ્યું કે, કુમારપાલ રાજા વીતભય પાટણથી શ્રીવીર પ્રતિમાને અણહિલપુર પાટણમાં મહાત્સવ પૂર્વક લાવીને પૂજા કરશે ' વિગેરે પોતાના અધિકાર સાંભળી કુમારપાળ હૃદય સાથે વિચારવા લાગ્યા કે, અહા! હુ જ ધન્ય પુરુષામાં ધૃપતમ અને અગણિત પુણ્ય લક્ષ્મી નું પાત્ર છું. કારણ કે, થનારા એવા જે હું તેનું પણ ચરિત્ર અભયમ ત્રી આગળ દેવ દાનવ અને મનુષ્યોની સભાના દેખતાં શ્રીવીરપરમાત્મા પાતે કહી ગયા છે. પછી તે પ્રતિમા મેળવવાનાં વાકયા કહી ગુરુએ તેના ઉત્સાહમાં વધારા કર્યા. તેથી તેણે એકદમ પોતાના સામાને વીતભય મેાકલી તે પ્રતિમાને પાટણના પરિસરમા મંગાવી પછી સાક્ષાત્ પ્રમેાદરૂપ ગુરુને આગળ કરી મેટી ધામધુમથી સામેા ગયા. યાં તે પ્રતિમાને જોઈ સાક્ષાત્ વીરપ્રભુને દેખ્યા હોય તેમ પ્રસન્ન થઈ સુવર્ણનાં પુષ્પોથી પૂજીને ચૈત્ય વંદન કર્યું. પછી પેાતાના હાથે રથમાંયી ઉતારીને કરીંદ્ર ઉપર પધરાવી અને જાણે પેાતાની પુણ્ય રૂપી લક્ષ્મી હૈાય તેમ મહેલ મધ્યે આણી. અહીં ક્રીડાલયમાં સ્ફાટિકનું નવીન ચૈત્ય કરાવી તેમાં તે પ્રતિમા પધરાવી અને ત્રિકાળ અર્ચા કરવા માંડી. તે પ્રતિમાના પ્રભાવથી કુમારપાળની વૃદ્ધિમાં દિન દિન વૃદ્ધિ થતી ગઈ અને જૈન શાસનને વિષે પુડરિકાદિ તીર્થની પેઠે તે પ્રતિમાનાં એકાગ્ર ચિત્તે દર્શન કરવા બીજા દૂર દેશના લાખો ધર્મી જનેા આવવા લાગ્યા. હાલ તે પ્રતિમા રામસૈન્યમાં છે. એવી લેકાક્તિ ચાલે છે.
એ પ્રકારે શ્રીહેમસૂરિ પાસે તત્ત્વા શીખી જૈન ધર્મમાં પરાયણ થયેલા અને સર્વ આત્માથી તેજ ધર્મને ભાસમાન કરતા રાજર્ષે તે ધર્મમય અને જ્ઞાનીઓના શૃંગાર રૂપ થયા.
For Private and Personal Use Only
કુમારપાળ રાત્રિ શેષ રહેતી ત્યારે પાંચનમસ્કારનું રમરણ કરીને જાગતા. એ પ્રકારે દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધાનું ચિંતવન