________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~
~
ભાગ પંદર
૧૫૩
~ ~~ ~ - “ઘુત, માંસ, મધ, વેશ્યા, મૃગયા, ચેરી અને પરસ્ત્રી એ સાત વ્યસને લોકોને અતિ ઘેર નરકમાં લેઈ જાય છે. ધૃતથી નલ અને પાંડેનું રાજ્ય ગયું. માંસથી શ્રેણિકરાજા નરકગતિ પામે. મધથી શ્રીકૃષ્ણની રાજધાની દિગ્ધ થઈ. વેશ્યાથી પુણ્યવાન છે. નિર્ધનતાને પ્રાપ્ત થયા. મૃગયાથી રાઘવપિતા દૂષિત ગણ. ચેરીથી ઘણું પુરુષો હેરાન થઈ ગયા. અને પરસ્ત્રીથી રાવણે રાજય ગુમાવ્યું.” એ સર્વ પ્રસિદ્ધ દૃષ્ટાંતથી ધુતાદિને હિંસાનું કારણ અને
અનર્થનું મૂળ જાણે કુમારપાળે પિતાના રાજયની અંદર સર્વ જાતિમાં તેમને નિષેધ કરાવ્યું. વધારેમાં તેમનાં પુરુષાકારમાં માટોડીનાં પૂતળાં બનાવી હેડે મેશ ચોપડી ગધેડા ઉપર બેસાક્યાં અને પછી આગળ ઢોલ વગડાવી ચેષ્ટિ મુછયાદિના પ્રહારથી અનેક વિડંબનાઓ કરતાં ચારાશી ચાટે ફેરવી પાટણમાંથી અને પિતાના બીજા દેશમાંથી કાઢી મૂકાવ્યાં.
એ પ્રમાણે નિર્દોષ જીવરક્ષા કરાવી શ્રીગુરૂ પાસે નિરંતર ધર્મોપદેશ સાંભળવાથી પાપાપને ઉપશાંત કરી કુમારપાળ સુખાનંદ રૂપ અમૃતનું પાન કરવા લાગ્યા. તેવામાં નવરાત્રના દિવસ આવ્યા. તેથી દેવીઓના પૂજારીઓએ આવી વિનંતિ કરી કે, “મહારાજ ! કેટેશ્વર્યાદિ દેવીઓની સાતમા, આઠમા અને નવમા દહાડાની બળિ પૂજા સારૂ સાત, આઠ અને નવ બકરા તથા પાડા અપાવો, નહીં તો દેવીઓ આપને વિન્ન કરશે.” રાજાએ તે સાંભળી ગુરૂ પાસે જઈ પૂછયું કે, “હવે કેમ કરવું”? ગુરૂ બેલ્યા,
રાજંક, દેવતાઓને અમૃતનો આહાર હેય છે. તેઓ પ્રાણીને વધ કરતા નથી, તે માંસ પણ ખાતા નથી, એવું શ્રીજિનેશ્વર ભગવાનનું વચન પ્રમાણભૂત છે. પરંતુ આ કલિકાળના દોષથી કેટલા પરમાધામક દુષ્ટ દેવતાઓ પ્રાણીઓને મરતાં જોઈ ઘણે સંતોષ માને છે. આ દેવીઓના પૂજારીઓ જ પૂજા વિગેરેના મિષથી પ્રાણુંએને મરાવે છે. માટે દેવીઓને જીવતા બકરા તથા પાડા અર્પણ
૧ લાકડી અને મૂઠીઓ વિગેરે
For Private and Personal Use Only