________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચોથે.
महालया महायात्रा महास्थानं महासरः ॥
यत्कृतं सिद्धराजेन क्रियते तन्न केनचित् ॥ १ ॥
મોટી ઇમારતો, મોટી યાત્રાની જગાઓ, મોટાં સ્થાનકે અને મોટાં જળાશ જેવાં સિદ્ધરાજે કરાવ્યાં તેવાં બીજા કેઈથી ન થાય.”
એક વખત શ્રીહેમાચાર્ય સિદ્ધરાજના આગ્રહથી પાટણમાં ચતુર્માસ રહ્યા હતા અને શ્રીમુખજીના મંદિરમાં શ્રીનેમિનાથના ચરિત્રનું વ્યાખ્યાન કરતા હતા. તેમની અમૃતસમાન વાણી ઘણા શ્રદ્ધાળુ શ્રોતા જોને આકર્ષણ કરતી હતી. તેમની સાથે પરદર્શનીઓ પણ આવતા હતાએક દિવસ સુરીશ્વરે તે ચરિત્રમાંથી ક્રમમાં આવ્યા પ્રમાણે પાંડની દીક્ષા અને શત્રુજ્યગમનને અધિકાર વાં. તે સાંભળી મત્સયુક્ત બ્રાહ્મણોએ જઈને સિદ્ધરાજને કહ્યું કે, “રાજેદ્ર, પેલા તાંબરે અતિ શુદ્ર છે. તે મિથ્યા વાદીઓ વ્યાખ્યાન કરતી વખતે સભામાં સર્વ દર્શનના લેકેની સમક્ષ શ્રી ભારતમાં કહેલું પાંડનું કેદારગમન અને શંભૂપાસનાદિનું ઉત્થાપન કરે છે. એ પ્રમાણે અનુચિત આચારની પ્રરૂપણા કરનાર તે ધર્મષીઓને આપે જરૂર નિવારવા જોઈએ.” તે સાંભળી રાજા બે, “ભે વિપ્ર ! રાજા વગરવિચારે સાહસ કરતા નથી. હેમાચાર્ય સર્વસંગત્યાગી મહામુનીશ્વર છે. તે પ્રાણતિ પણ મૃષાવાદ બોલે તેમ નથી. તો પણ પ્રાત:કાળે તેમને બેલાવીને વિચારીશું એટલે સર્વ સમજાશે.” બ્રાહ્મણે કહ્યું, “ઠીક મહારાજ, જેવી આપની મરજી.” પછી પ્રાતઃકાળે રાજાએ શ્રીહેમસૂરિને બેલાવી સર્વ સામંત, રાજગુરૂ અને પુરોહિત સમક્ષ પાંડના મુક્તિ ગમનાદિનું વર્ણન પૂછયું. ત્યારે સૂરિએ કહ્યું કે, “અમારા શાસ્ત્રમાં પૂર્વ સૂરિનું પ્રમાણે કથન છે અને મહાભારતમાં તેમના હેમાદ્રિગમનનું વર્ણન છે; પરંતુ જે પાંડનું અમારા શાસ્ત્રમાં વર્ણન કર્યું છે તેજ પાંડેનું વ્યાસશાસ્ત્રમાં કીર્તન કર્યું છે કે બીજાનું તેની અમને ખબર નથી”
For Private and Personal Use Only