________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
શ્રી કુમારપાલ પ્રબંધ,
મતી ઉપરથી સ્નેડ ઉતરી જવાથી શખશેઠ બીજી સ્ત્રી પરણ્યા અને ત્યારથી નવીન સ્ત્રીને વશ થવાથી યશોમતીના સામું જોવાનુ પણ છોડી દીધું. આથી ખેદ પામી યશામતી મનમાં વિચારવા લાગી કે, ‘ રકી સ્ત્રી થવુ સારૂં', વિધવાપણાની વેદના સહેવી સારી, નરકવાસ ભોગવવા સારા પણ શોકથી પરાભવ ખમવા બૂરે ! જેમ શીતળા નામ છતાં ફાલ્લી હાડ ઉત્પન્ન કરેછે અને મધુર નામ છતાં વિષ પ્રણ હરણ કરે છે, તેમ બેહેન કહેવાયા છતાં શાક પણ અતિ દુ:ખ દે છે. દેવ તેનેા નાશ કરો !’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ એક દિવસ તેણીએ કંટાળી ગૌડ દેશથી આવેલા કાઈ કળાવતને ઘેર જઈ તેની સેવા ઉઠાત્રી પુરૂષને પશુ કરવાનું ઔષધ મેળવ્યું અને લાગ જોઈ પેાતાના સ્વામીને ભાજનમાં ધાલી ખવડાવ્યું. તેના પ્રભાવથી શંખશેઠ બળઢિયા થયા. તે વાત બહાર પડવાથી લોકા યશોમતીની બહુ નિંદા કરવા લાગ્યા. પણ ઉતારની ખબર નહીં હાવાથી તેણીને તેના દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ કરવા શિવાય બીજો માર્ગ રહ્યા ન હતા. એક દિવસ બપારે સૂર્યનાં ઉષ્ણ કિરણાથી સતાપ પામ્યા છતાં તે કાઈ બીડમાં પેાતાના પતિવૃષભને ચરાવતી કાઈ વૃક્ષ નીચે બેઠી અને આંખમાંથી અશ્રુધારા વહેતી મૂકી ત્રિલાપ કરવા લાગી. દૈવયેાગે શિવપાર્વતી વિમાનમાં બેસી આકાશ માર્ગે ત્યાં થઈ જતાં હતાં, તેમના કાને તે વિલાપ પડયા, તે સાંભળી પાર્વતીતા મનમાં દયા આવવાથી શિવજીને તેના દુઃખતું કારણ પૂછ્યુ. શિલજીએ ‘ એતે તમારી સ્ત્રી જાતિની લીલાછે, જેના યાગથી પુરૂષ બળદ થઈ ગયા છે. ’ એમ ઉપહાસ કરી સર્વ હકીકત યથાસ્થિત કહી સભળાવી, એટલે પાર્વતીએ પૂછ્યું કે, · એવી કાઇ આષધી છે કે જેના પ્રભાવથી એ પાછે પુરૂષ થાય. ત્યારે શિવજીએ પાર્વતીના અત્યાગ્રહ થવાથી કહ્યું કે, વૃક્ષનીચે મનુષ્યત્વ લાવનાર ઔષધી છે. ' એ પ્રમાણે વાર્તાલાપ કરી તેઓ આગળ ગયાં. આ સર્વે ચર્ચા યશામતીના સાંભળવામાં આવવાથી તેણીએ મનુષ્યત્વ લાવનાર દિવ્ય ઔષધી કઈ છે તેની
"
6 આજ
For Private and Personal Use Only