________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
અને જિનપૂજનની લીલા કેવી છે! હું દરિદ્ર શિરોમણિ પણ તેમના પ્રભાવથી આવા માનને પાત્ર થશે!
એ આવસરે મેટામેટા લક્ષાધિપતિ વાડ્મટ મંત્રી પ્રતિ કહેવા લાગ્યા કે, “હે બુદ્ધિશાળી, જો કે આપ એકલા તીર્થને ઉદ્ધાર કરવાને સમર્થ છો તો પણ અમને તે મહા પુણ્યમાં સામેલ રાખશે. ધન પુરૂષે કદાચિત્ કોઈ કામમાં પિતા વિગેરેને છેતરે છે પરંતુ સધકાને ધર્મનેહરૂપ પાશના બંધારણને લીધે છેતરતા નથી. માટે આપ અમારું દ્રવ્ય પણ તીર્થમાં લા. કતાર્થ કરે” એમ કહી સર્વેએ મહેરેને ઢગલે કર્યો. મંત્રીએ તે ગ્રહણ કરી તેમનાં નામ ટીપમાં દાખલ કર્યા. ભીમે પણ વિચાર કર્યો કે, જે મારા સાત દામ તીર્થ ઉપર લાગે તો હું પણ કૃતાર્થ થાઉં. પરંતુ તે છેડી રકમ હોવાથી હું આપી શકતા નથી. તેને ચેષ્ટા ઉપરથી તેના એવા મને ભાવ જાણી લેઈ મંત્રીએ તેને કહ્યું કે, “હે સધર્મ ભાઈ, તમારે પણ કંઈ આપવાની મરજી હોય તે આપ. આ તીર્થના કામમાં ભાગ લેવાથી મહા પુણ્ય ઉપાર્જન થાય છે.” ભીમે ભાવના ઉલ્લાસમાં પિતાની સર્વ પુંજી જે સાત દામ હતી તે આપી. ઔચિત્યમાં ચાણક્ય સમાન મંત્રીએ તે લેઈ તેનું નામ સર્વના મથાળે લખ્યું. તેથી કેટલાક શાહુકારોએ વાંકુ મહેડું કર્યું. તે જોઈ મંત્રીએ કહ્યું કે, “ એમ શા માટે કરે છે? એણે એનું બધું ઘર આપી દીધું છે અને તમે તે એક શતાંશ પણ નથી આપે. જો તમે સર્વરવ આપશે તે તમારાં નામ પણ સર્વના ઉપર લખાશે. મંત્રીનાં એવાં વાક્યથી તે સર્વ આનંદની સાથે લજજા પામ્યા પછી મંત્રીએ ભીમને પાંચસે દામ અને ત્રણ ચીવર આપવા માંડ્યાં. ત્યારે તેણે, “કાણું કેડીને માટે કરોડ કાણ ગુમાવે, એમ કહી નિષેધ કર્યો અને સ્ત્રી રૂપી પિશાચથી બીતે પિતાને ઘેર ગયે ત્યાં સ્ત્રીએ પ્રિય વચનોથી સંતોષ પમાડ્યો એટલે તેને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી તે બેલી કે, “આપે
For Private and Personal Use Only