________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
...... ............... રાષ્ટ્ર, કર્ણાટક અને કેકણ એ અઢાર દેશમાં ચૌલુક્ય રાજાએ કરાવેલા વિહારે સાક્ષાત્ તેની કીર્તિનો સમુદાય હોય તેમ શોભે છે. એ પ્રકારે વિચિત્ર અને શુભ બિંબ કરી બિરાજમાન ચૌદશે નવાં દેરાં અને સેળ હજાર જીણોદ્ધાર કરાવીને રાજાએ પિતાની લક્ષ્મીને સફળ કરી. - જિનાગમનું આરાધન કરવામાં તત્પર તે રાજર્ષિએ ૨૧ જ્ઞાન ભંડાર કરાવ્યા. ત્રેસઠ શલાકા પુરુષના ચરિત્ર સાંભળવાની ઈચ્છાથી ગુરુને પ્રાર્થના કરી અને તેમની પાસે છત્રીશહજારફ્લેકબદ્ધ ન ગ્રંથ રચાવે. તે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર નામના ગ્રંથને સેના રૂપાના અક્ષરેથી લખા. લખાઈને તૈયાર થયે એટલે તેને ને પોતાના ભવનમાં લેઈ ગયે. રાત્રે રાત્રિ જાગરણ કરાવ્યું. પ્રાતઃ કાળે પગજ ઉપર પધરાવી છત્રચામરાદિના ઠાઠમાઠથી મહત્સવ પૂર્વક ધર્મશાળામાં આર્યો. ત્યાં સામંતાદિ મંડળ સાથે સુવર્ણ રત્ન અને વસ્ત્રાદિથી પૂજા કરીને શ્રીગુરૂમુખેથી સાંભળે.
એજ વિધિ પ્રમાણે અગિયાર અંગ અને બાર ઉપાંગ પણ તેમની એક એક પ્રત સુવર્ણાદિ અક્ષરોથી લખાવીને સાંભળ્યાં. ગશાસ્ત્ર અને વીતરાગસ્તવના મળી બત્રીશ પ્રકાશ સુવર્ણના અક્ષરથી હસ્તપુસ્તિકામાં લખાવ્યા અને તે સર્વનું નિરંતર પૂજા વખતે એક વાર મૈનપણે સ્મરણ કરવા લાગે. ગુએ રચેલા સર્વ ગ્રંથો લખાવવાને અભિગ્રહ કર્યો અને ૭૦ ૦ લહિયાને કામે લગાડ્યા.
એક વખત તે હેમાચાર્યને અને બીજા સાધુઓને વંદન કરી લેખકશાળામાં તપાસ કાઢવા ગયે. ત્યાં લહિયાઓને કાગળ ઉપર પુસ્તક લખતા જોઈ આશ્ચર્ય પામી છે કે, “મહારાજ, આ બધા કાગળ ઉપર પુસ્તકે કેમ ઉતારે છે?” ગુરુ બેલ્યા, “હાલ શાનભંડારમાં તાડપત્રની જરા તૂટ છે.” તે સાંભળી રાજા લજજા પામે અને મનમાં વિચારવા લાગ્યું કે, “અહો! ગુરુ મહારાજની નવીન ગ્રંથો રચવાની શક્તિ છતાં મારી તે લખાવવાની પણ શકિત
For Private and Personal Use Only