________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સેળભે.
૧૬૫
આ હકીકત સાંભળી ઉત્સુક થયેલે રાજા બે, “મહારાજ ! તે અહી શા માટે આવી છે તે કૃપાકરી જણાવશો.”
સૂરિએ કહ્યું કે, “હે રાજન! એક ચિત્તે સાંભળે. રાજસચિત નામના નગરમાં મહ નામે રાજા રાજય કરે છે. તે મેહરૂપ ોર લીલા માત્રમાં રાજાને રંક કરી નાખે છે. શક્રાદિને પણ પોતાની આજ્ઞામાં રાખે છે. મહાપુરુ પાસે દાસત્વ કરાવી પાપ ક્રિયાઓમાં પ્રવર્તાવે છે. વધારે શું ? ત્રણ જગતમાં કોઈ નથી, દેવ કિંવા મનુખે, જે એની આજ્ઞા બહાર એક ક્ષણ પણ રહી શકતા હોય. તેને અવિરતિ નામની સ્ત્રી છે. તેનું દર્શન જગત્રયને વલ્લભ છે અને તે સુખેથી સેવાય તેવી છે. તે મેહ અને અવિરતિને કપાદિ પુત્ર અને હિંસા પુત્રી છે. તે મહારાજા અને ધર્મરાજા વચ્ચે અનાદિસિદ્ધ વરિભાવ છે. તેમનામાં વારંવાર યુક્રેત્સવ થાય છે પરંતુ કઈ વખત એકનો જય તો બીજાને પરાજય થાય છે. એવી રીતે ઘણો કાળ ગયે.'
આ વખતે યુદ્ધવીરતાથી ઉરકેરાઇલી મને વૃત્તિવાળે ચૌલુક્ય બેલી ઉઠી, “મહારાજ, આ પ્રબંધ સારી રીતે સમજવા જેવો છે. મને તથા સભાજનને તે અતિ આનંદ આપે છે. અમારી તે બે રાજાઓના સૈન્યનું વર્ણન સાંભળવાની ઇચ્છા છે.” * સુરિ બોલ્યા, “હે વિચારચતુમુખ, લક્ષ દેઈ સાંભળે. ધર્મરાજાને સદાગમ નામને મંત્રી છે. તે બુદ્ધિદાનમાં નિપુણ અને બીજા રાજાઓથી પાછા હઠે તે નથી. વિચંદ્ર નામે તેને સેનાપતિ છે. તેણે લાખે વિપક્ષીઓને કચડી નાખવાની દીક્ષા લીધી છે. સમ્યકત્વ, શુભ ધ્યવસાય તથા યમનિયમાદિ એ તેના દ્ધિાઓ છે. વધારે શું કહું? ધર્મરાજા ધીરશાંત છે. મહારાજાને કદાગમ નામને મંત્રી છે. તે સર્વ દુબુદ્ધિનું મૂળ મંદિર છે. અજ્ઞાનરાશિ તેને સેનાપતિ છે અને મિથ્યાત્વ તથા દુષ્ટ અધ્યવસાયાદિ
૧. વિચારમાં બ્રહ્માસમાન. ૨. મનના પરિણામ.
For Private and Personal Use Only