________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૯પ
કે લજજાવાન છે!” તે જોઈ અવસર પાઠકે બેલ્યા, “જે ગુણ સમૂહને ઉત્પન્ન કરે છે અને જેનાથી હૃદય અત્યંત શુદ્ધ થાય છે એવી શ્રેષ્ઠ લજજાને અનુસરત તેજસ્વી સત્યવાદી પુરૂષ મુખ ન બતાવતાં પ્રાણ ત્યાગ કરે, પરંતુ પિતે ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાન ત્યાગ ન કરે.”રાજાએ તે સાંભળી ખુશી થઈ તેને સવા લાખ દ્રવ્ય ઈનામ આપ્યું. પછી મીઠી દ્રષ્ટિથી આંબડની સંભાવના કરી બીજા બળવાનું સામે તે આપી મલ્લિકાર્જુનને જીતવા પાછે મોકલ્યું. તે કેટલાક પ્રયાણે પેલી કાલિંબી નદી આગળ આવ્યું. તેના ઉપર નવીન પૂલ બાંધી તેજ માર્ગ સિન્યસહ સાવધાનપણે ઉતર્યો. સામા આવેલા મલ્લિકાર્જુનના સૈન્ય સાથે અસાધારણ રણયુદ્ધ શરૂ થયું. તેમાં આંબડે વીરવૃત્તિથી હાથી પર બેઠેલા મલ્લિકાર્જુનને જ ઘેર્યો. તે બેનું ખડ્યાખડ્યી યુદ્ધ થયું. તે જોઇ આંબડને ભાટ બે, “ જેમાં આકાશરૂપી ગુફા સામા આવતાં બાણેની શ્રેણિએ કરીને વનિત અને પલ્લવિત થયેલી છે એવા મહા ઉત્કટ યુદ્ધમાં આગળ ધસવાને કોઈ વિરલે જ પુરૂષ સમર્થ થાય છે.” એ સાંભળી આંબડને ઘણે ઉત્સાહ આવ્યું, તેથી તે એકદમ મલ્લિકાર્જુનના હાથીના દંતરૂપી સપાનથી તેના કુંભસ્થળપર ચઢી ગયો અને અતિ તેજસ્વી રણના રસમાવેશમાં મલ્લિકાર્જુન પ્રતિ બે કે, “પ્રથમ ઘા કર અથવા ઈષ્ટ દેવનું સ્મરણ કર.” એમ કહી તેણે તીર્ણ તલવારના ઘાથી ભૂમિ પર નાખી દેછે જેમ કેસરી કિશેર હાથીને મારે તેમાં લીલા માત્રમાં તેને મારી નાખે. સામતેઓ નગર લૂંટી ત્રણસો દ્ધાઓને દાહ દીધે. પછી આંબડ ભટ મલ્લિકાર્જુનના ભરતકને તેનાથી મઢી કાઢી તે દેશમાં કુમારપાળ ચક્રવતીની આજ્ઞા મનાવી પાટણ પાછો આવ્યો. ત્યાં રાજસભામાં ૭૨ મહા સામંતની સમક્ષ મલ્લિકાર્જુનને ખજાને રજુ કર્યો. તેમાં શૃંગારકેટિ નામની સાડી, માણિક્ય નામનું વસ્ત્ર, પાપ ક્ષયકર હાર અને વિષાપહાર છીપ એ મુખ્ય હતાં. તે શિવાય
૧ અંકુરિત,
૨ નિસરણું.
For Private and Personal Use Only