________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
એમ કહેવાય. જિનમંદિર બનાવવાની વિધિ આ પ્રમાણે છે. પ્રથમ શલ્યરહિત ભૂમિનું શેધન કરવું. વાપરવાનાં પથ્થરની ખાત્રી કરવી. સલાટ વિગેરે કારીગર લેકને ખુશ રાખવા. મજૂરોને ઠરાવ કરતાં પણ કંઈક અધિક આપવું. હરેક રીતે બને તેમ છકાયના જીવની વિરાધના થતી અટકાવી મંદિર બંધાવવું. વધારે દ્રવ્ય ખર્ચવાનું હોય તે ભરત વિગેરે રાજાઓની પેઠે ઉંચા પર્વતના શિખર પર તીર્થંકરના જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણકની જગાએ અને સંપ્રતિ રાજાની પેઠે ગામેગામ એવું મંદિર બંધાવવું કે, જેની ભૂમિ રત્નાદિથી ખચિત કરી છે, જેના સ્તંભ અને દાદર માણેકના બનાવ્યા છે, જેમાં રત્નનાં તોરણે બાંધ્યા હેય, જેમાં વિશાળ મંડપ અને ગેખ હૈય, જેના થાંભલા વિગેરેના પ્રદેશ પૂતળીઓની રચનાથી ભૂષિત હોય, જેની અંદર બળતા. કપૂર કસ્તૂરી અગર વિગેરે ધૂપના ધૂમપટલ જાણે વાદળાં હેય નહીં એવી શંકાથી નૃત્ય કરતા હંસેને કેલાહલ થતે હેય, જેમાં વાજતા વાજિત્રના નાદથી સ્વર્ગ અને ભૂમિ ગાજી રહેતી હૈય, જે વિચિત્ર રંગના રેશમી ચંદરવામાં લટકતા મતીના ઝૂમખાથી અલંકૃત હય, જેમાં સર્વ લેકનું વિચિત્ર ચિત્રામ કા હૈય, જે ચામર છત્ર અને વજાદિ અલંકારથી વિભૂષિત હય, જેના શિખર ઉપર ચડાવેલી વિજયપતાકાને બાંધેલી ઘંટડીઓના રણકારાથી દિશાઓના અંત મુખરીત (અવાજિત) થતા હોય, જેની અંદર કૌતુકથી આવેલી દેવદાનવની સ્ત્રીઓના મંડળે સ્પર્ધાથી સંગીતને પ્રારંભ કર્યો હોય, જ્યાં ગંધર્વને દવનિ તંબુરાના મહિમાને તિરસ્કાર કરે એ ચાલતું હોય, જ્યાં તાલીઓ અને નૃત્ય વિગેરેમાં આસક્ત કુલાંગનાઓ ભવ્ય લેકેને ચમત્કાર પમાડતી હોય અને
જ્યાં રચાતા કરડે નાટકના રસમાં રસિક જને ગુલતાન રેહેતા હેય. જે પુષ્કળ દ્રવ્ય ખર્ચવાને વેગ ન હોય તે પિતાના વૈભવને અનુસાર પણ જિનમંદિર કરાવવું. કહ્યું છે કે, પ્રથમ તે
૧ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવોની. ૨ ના.
For Private and Personal Use Only