________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
હે હેમચંદ્રસૂરિ ! તમારા હાથે ભરાઓ, જેમની આશ્ચયૅકારી ઋદ્ધિ છે. કારણ કે તમારા હાથ હેઠા મુખ કરીને જાય છે તેમને (સર્વ પ્રકારની સિદ્ધિ આવી મળે છે.”
આ કવિત તેણે નવ વખત કહ્યું. રાજાએ તેને નવ લાખનું દાન આપ્યું. ત્યાર પછી ગુરુ મહારાજ બેલ્યા, “જે પુરુષો સર્વ પ્રકારની વિધિમાં તત્પર થઈને આ તીર્થની યાત્રા કરે છે, તેઓ પિતાનું પવિત્ર નામ ચંદ્રમાં આલિખિત કરે છે, પૃથ્વીને પવિત્ર કરે છે, કૃતકૃત્ય થઈ સારાં કાર્યો કરે છે, કેમાં વંદનિક થાય છે, વંશનું ભૂષણ ગણાય છે, પુષ્કળ વૈભવ પામે છે, કલ્યાણનું મંદીર બને છે અને સર્વદા જીવંત અને જ્યવંતા વર્તે છે. કહ્યું છે કે, તીર્થયાત્રાવડે દેહ પવિત્ર કર, ધર્મની વાંછાવડે મન પવિત્ર કરવું, પાત્રદાન વડે ધન પવિત્ર કરવું અને સચ્ચરિવડે કુલ પવિત્ર કરવું.” ઇત્યાદિ ગુરૂને ઉપદેશામૃત સાંભળી સુહિતાત્મા રાજર્ષિ સુવર્ણ, રત્ન વસ્ત્ર, હાથી અને ઘોડા વિગેરેના દાનથી યાચક વર્ગને ઉદ્ધાર કરી શ્રીપુંડરિક ગિરિને સર્વ તરફથી પદકુલાદિવડે ઢાંકી અનુક્રમે શ્રીસંઘ સાથે ઉતરીને પાલીતાણે આ.
ત્યાં સૂરિરાજે ઉપદેશ કર્યો કે, “હે રાજન! શ્રીજિનેશ્વર ભગવાને રેવતાચળને શ્રી શત્રુંજયનું કેવળજ્ઞાનદાયક પાંચમું શિખર કહેલું છે. કૈલાસ, ઉજજયંત, રૈવત, સ્વર્ણપર્વત, ગિરિનાર અને નંદભદ્ર એ એનાં છ આરામાં અનુક્રમે છ નામે છે. એ સર્વ પાપનું હરણ કરનાર મહાતીર્થે છે એના વંદનનું ફળ શાસ્ત્રમાં શત્રુંજયના જેટલું વર્ણવેલું છે. ” આ ઉપરથી ઉત્સાહિત થયેલ રાજા પિતાને કૃતકૃત્ય માનતા, મનમાં શ્રી રૈવતેશ્વરનું ધ્યાન ધરતા, સુખે પ્રયાણ કરીને માર્ગમાં વૃક્ષોનું પણ સર્વ પ્રકારના પૂજાના ઉપચાર વડે સન્માન કરતે અનુક્રમે ઉજજયંત તીર્થે આવ્યું.
અહીં રાજાએ અને સૂરિએ સાથે ચડવા માંડયું ત્યારે તે ૫વેત લંકાપતિએ ઉખેડી નાખેલા પર્વતની પેઠે કંપવા લાગ્યું. તે
For Private and Personal Use Only