________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે.
૨૪૭
રાજાએ પાત્રદાન અને અતિથિપષણ પૂર્વક પારણેવ થી, ત્યાંથી ચાલ્યા ત્રીજે દિવસે પાલીતાણે આવ્યા.
ત્યાં પોતે બંધાવેલા પાર્થવિહારમાં પુણ્યવંતામાં મુકુટસમાન તેણે સુવર્ણમય કળશ દંડ અને દવા ચઢાવી સ્નાત્ર મહેન્સ કર્યો. ત્યાંથી હર્ષના ઉમંગમાં તળેટીએ જઈને ગુરુને જમણી બાજુએ રાખી સામંત અને મંત્રી મંડળ સાથે પરમ પવિત્ર શ્રી શત્રુંજય ગિરિ પર ચઢવા માંડયું. માર્ગમાં કપર્દિમંત્રી પાસે રખાવેલા સુવર્ણ પુષ્પ ચંદનાદિ પૂજાનાં દ્રવ્યો વડે દરેક વૃક્ષની પૂજા કરતા અને દરેક સ્થાનકે પરુકુળાદિ ચડાવતા શ્રીમદેવાની ટુંકે આવે. ત્યાં જગન્માતા આદિગિની શ્રીમદેવ, શ્રી શાંતિનાથ અને કપદયક્ષ એમની સપચારથી પૂજા કરી. ત્યાંથી પહેલી પિળમાં આવ્યા. ત્યાં યાચકસમૂહને પાંચ પ્રકારના દાનથી પ્રસન્ન કરી શ્રીયુગાદિદેવના પ્રાસાદના કારને સવાશેર મોતીથી વધાવ્યું. પછી તે પ્રાસાદની પ્રદક્ષિણા કરતાં તેની લેટેત્તર રમ્યતા જે વાગભટ મંત્રી પ્રતિ બોલ્યા, “હે મંત્રીશ્વર ! તેં મારું પરાક્રમ અદ્ભુત છે. તમે ખરેખર મહાપુરુષના માનને લાયક છે. સર્વ જગતના આધારભૂત આ તીર્થને ઉદ્ધાર કરવામાં તમે પૃથ્વીનું રત્નગર્ભ નામ સાર્થક કર્યું છે. આપ કૃપા કરીને આગળથાઓ અને મને યાત્રા કરવામાં સહાય આપે
મંત્રીએ રાજાનાં પ્રશંસાયુક્ત વચન સાંભળી માથું નમાવ્યું અને વેત્રીની પેઠે રાજાને હાથ ઝાલી સર્વ બતાવવા લાગે. એટલામાં રાજાએ સૂરિરાજને ભગવાનની કઇ સાલંકાર યુક્ત રતુતિ બોલવાની વિનંતિ કરી. ત્યારે શૂરિ મહારાજ સર્વ કપ્રસિદ્ધ ના ન ઇત્યાદિ ધનપાલે કરેલી માંવારિા કહેવા લાગ્યા. તે સાંભળી રાજા વિગેરે બોલ્યા કે, “મહારાજ ! આપ કલિકાલસર્વજ્ઞ થઈ બીજાની કરેલી સ્તુતિ કેમ કહે છે?” ગુરુએ કહ્યું કે, “એના જેવી સદ્ભક્તિગતિ તુનિ અમારાથી થાય તેમ
For Private and Personal Use Only