________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
વ્યથા કરે છે” સૂરિનાં એ વચનથી પુરહિતનું મુખ અમાવાસ્યાના અવતાર અને મેષે લીધેલા જેવું થયું. પછી રાજાએ સુરિને કહ્યું કે, “જે એમ હેાયત આ સુખાસન ગ્રહણ કરે” સૂરિ બેલ્યા, “અમને પગે ચાલનારને એનું શું પ્રયોજન ? વિવેકી ગુહસ્થ પણ તીર્થયાત્રામાં પગે ચાલે છે, તે પછી નિરંતર પગે ચાલનારા યતિનું શું કહેવું? તમે પ્રસ્થાન કરે; હું ધીમે ધીમે શ્રીશનું જય તીર્થની યાત્રા કરી દેવપટ્ટનમાં ભેગા થઈશ. - એમ કહી સૂરિ શ્રીશત્રુજ્ય તીર્થની યાત્રા કરવા નિકળ્યા. એ વાત ઘટે છે. કેમકે સંત પુરુષે હમેશ સત્યજ બોલે છે, કમપાળ પણ પુષ્કળ પરિજનસાથે પ્રયાણ કરી કેટલેક દિવસે દેવપટ્ટણ નજીક આવી પહોંચ્યા. ત્યાં સૂરિના આગમનની ઈચ્છા રાખી પાંચ પાંચ એજનમાં તપાસ કરાવ્યું, પણ સૂરિ માલમ પડ્યા નહીં. ત્યારે દ્વેષી બ્રાહ્મણેએ ગપ ઉડાડીકે, સૂરિ તે સમુદ્રમાં પડયા. તે સાંભળી રાજાને ચિંતા થઈ. પછી સવારે સેમેશ્વરનાં દર્શન સારૂ મહેત્સવપૂર્વક તે પ્રયાણ કરતે હો, એટલામાં સૂરિએ આવી ધર્મલાભ દીધે. તે જોઈ રાજા બોલ્યો કે, “મહારાજ! આપ આ વખતે ક્યાંથી પધાર્યા ? સૂરિએ કહ્યું કે, “હે ચાલુક્યકુલમાણિક્ય! શ્રી રેવતાચળપર પ્રતિક્રમણ કરી શ્રી નેમિનાથનાં દર્શન કરીને તમારા પ્રવેશોત્સવ જાણી અમે અહીં આવ્યા. તે સાંભળી બ્રાહ્મણના મુખપર મેષ ઢળી. પછી અતિસ્નેહથી રાજા સૂરિને સાથે લેઈ સેમિનાથને નમસ્કાર કરવા ગયે. ત્યાં પિતે બંધાવેલે પ્રાસાદ જોઈ તેનાં રોમાંચ ઉભાં થયાં અને તે અતિ હર્ષથી સેમેશ્વરને નમ્યું. આ વખતે બ્રાહ્મણએ રાજાને ભંભેર્યો કે, “જૈન તીર્થંકરસિવાય બીજાને નમસકાર કરતા નથી. એ સાંભળી રાજા સૂરિને કહેવા લાગ્યું કે, “મહારાજ! જે આપને યુક્ત હોય તે શિવજીને નમસ્કાર કરે.” સૂરિએ કહ્યું કે, “એ શું બોલ્યા ?” એમ કહી પરમાત્માની સ્તુતિ બેલ્યાઃ
भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपगता यस्य ।। ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥१॥
For Private and Personal Use Only