________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
આવી રીતે વ્યુત્પત્તિ કરીઃ ચૌ (નાસિકા રહિત) રાની (શિવ અને વિષ્ણુ). એ પ્રકારે નામખંડનના ભયથી પછી સપાદલક્ષીય રાજાએ “કવિબાંધવ” એવું નામ ધારણ કર્યું. આવી રીતે સરસ્વતી અને લક્ષ્મીની લીલાથી અત્યંત શોભાયમાન કુમારપાળ રાજા પૃથ્વીને નિષ્કટક કરી સમૃદ્ધિવાળા રાજયનું પાળણ કરવા લા .
સંગીત મહિમા. કેઈક સમયે રાજા સભામાં બિરાજેલ હતું. તેવામાં એક પરદેશી ગંધ આવી તારબંબારવ કરી કહ્યું કે, “હે રાજન! મને લૂંટી લીધે છે.” રાજાએ પૂછયું કે, “કોણે?” ત્યારે તે બે કે, “જેના ગળામાં સેનાની સાંકળી છે અને જે મારી અતુલ ગીતકળાની સમાનતા કરતા નાશી ગયે છે તે મૃગે.” તેના એ જવાબઉપરથી રાજાએ ધાર્યું કે, “આ કેઈ કળાના કેતુકવાળે પરદેશી ગંધર્વ પિતાની ગીતકળા બતાવવાને આવેલો છે.પછી ગીતકળામાં ધૂરંધર સેલ્લાક નામના પિતાના ગંધર્વને બેલા. તેણે તત્કાળ એટવીમાં ભટકીને ઉત્તમ ગીતકળાથી મૂછત તે મૃગને નગરમાં થઈ રાજસભામાં રાજાસમક્ષ લાવી રજુ કર્યો. રાજાએ તેની એ અદ્ભુત કળાબદ્દલ ભારે ઈનામ આપી પૂછયું,
ગીતકળાને અંવધિ કયારે આવ્યો કહેવાય ? સલ્લાકે કહ્યું કે, “સૂકા લાકડાને લીલાં પાંદડાં લાવે ત્યારે.” રાજાએ તે પ્રમાણે કરવાનો આદેશ કર્યો. સેલ્લાર્ક આબુપર્વત પર થતા વિરહ નામના વૃક્ષની સૂકી ડાળીને કટકે મંગાવી કાચી માટીને ક્યારે કરાવી રે અને શુદ્ધ મલ્હાર રાગ ગાઈ નવીન પાંદડાં આણી સર્વે સભાસદને તથા રાજાને સંતોષ પમાડે. રાજાએ તેને બાર ગામ ઈનામ આપ્યો અને બોલ્યો કે, “નાદને માહિમા મટે છે. યતઃ
૧ જંગલ. ૨ અંત.
For Private and Personal Use Only