________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
શ્રી કુમારપાલ પ્રબંધ
ત્યાં થઈ એક બકરે લેઈ જતો હતો. તે બકરાને બેં બેં કરતે જોઈ કરુણાથી ઉલ્લાસ પામેલા કુમારે તે પુરુષને પૂછ્યું કે, “તું આ બકરાને ક્યાં લઈ જાય છે ?'
તેણે જવાબ દીધે કે, “યજ્ઞમાં પશુને વધ કરવાથી સ્વર્ગ મળે છે, માટે તેમાં હૈમવાને લઈ જઉં છું.”
ત્યારે કુમાર બોલ્યો કે, “જો પશુના વધથી સ્વર્ગ મળે તે નરકમાં કઈ જાય જ નહીં. જગતમાં હિંસાથી બીજાં એકે ઘેર પાપ નથી. હિંસા એ નરકપુરની સીધી વાટ, વિઘસમૂહરૂપ વાઘની વનસ્થળી, સમસ્ત દુઃખને ઉત્પન્ન કરનારી અને જીવના સુખોને હણનારી છે. જે પ્રાણુ બીજાને દુઃખ દે છે તેને તેનાથી અનંતગણું દુઃખ પડે છે. કારણ કે લિમડ વાવીએ તે આમ્રફળ નજ મળે. એવામાં કોઈ દિવ્ય જ્ઞાનવાનું મુનિરાજ ત્યાં પધાર્યા. તેમને જોઈ અમર કુમાર બોલ્યો કે, “આપણા આ વિવાદનું સમાધાને આ મુનિ મહારાજ કરશે.” એમ કહી તેણે મુનીશ્વરને વાંધીને પૂછયું કે, “હે મહારાજ, જીવહિંસાથી શું ફળ થાય છે ?
મુની ઉત્તર આપ્યો કે, “જીવ હિંસાથી પ્રાણી નરક તિર્યચનાં દુઃખ પામે છે. વધારે શું કહું? આ બકરેજ આ બાબતમાં તમારૂં સમાધાન કરશે.” એમ કહી મુનિ બકરા તરફ જોઈ બોલ્યા કે, “અરે બકરા, તેં પોતેજ તળાવને ખાડે ખેદા, પોતેજ ઝાડ રોપાવ્યાં, પોતેજ વર્ષોવર્ષ યજ્ઞ કરાવ્યા અને હવે, હે મુર્ખ, તું મેં મેં શા માટે કરે છે? | મુનિનાં એ વચન સાંભળતા જ તિમ્મર જ્ઞાન થવાથી તે બકર સજજડ થઈ ગયે. તે જોઈ કુમારે વિસ્મય પામી પૂછયું કે, મહારાજ, આ શું?
૧, પિતાના પૂર્વભવનું જ્ઞાન.
For Private and Personal Use Only