________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
- ણતો નથી. પરસ્પર વિરૂદ્ધ ત્રણસને ત્રેસઠ મતવાળા જેમાં સર્વ દયા રહેલી છે એવા–અહિંસાધર્મને ગ્રહણ કરે છે, પરંતુ દૂષણ દેતા નથી. જગતમાં બહુ પ્રકારે ધર્મ ધર્મ એવી ઘોષણ તો સંભળાય છે, પણ તેની સુવર્ણની પેઠે પરીક્ષા કરવી જોઈએ. એટલે જેમ સુવર્ણની કસોટી ઉપર ઘસીને, કાનસ મૂકીને, તપાવીને અને ખખડાવીને પરીક્ષા કરવામાં આવે છે, તેમ ધર્મની શાસ્ત્ર, શીળ, તપ અને દયાથી પરીક્ષા કરી તેનું ગ્રહણ કરવું. ઈતિ ધર્મ તત્વ.
એ રીતે સમ્યક પ્રકારે દેવાદિ શુદ્ધ તત્વને જાણ્યા છતાં પણ શ્રીકુમારપાળ કુળ ક્રમગતથી આવેલા મિથ્યાત્વને લેકલજજાને લીધે ત્યાગ કરવા ઇચ્છતો નથી. કારણ કે, કામરાગ અને સ્નેહરાગનું સહેજે નિવારણ થાય છે, પરંતુ પાપિષ્ટ દૃષ્ટિરાગને નાશ કરવાનું પુરૂ
ને પણ કઠીણ થઈ પડે છે. કોઈક અવસરે શ્રીહેમાચાર્ય દૃષ્ટાંતદ્વારાએ કદાગ્રહના દુષ્ટપણને કહેવા લાગ્યા. જે પુરૂષ ગુરૂએ કહેલા તત્વને સમ્યક્ પ્રકારે જાણીને દુરંત મેહથી મિથ્યાત્વના કદાગ્રહને તજ નથી તે અનંત પાપથી યુક્ત થઈ લેહભાનું વહન કરનારની પેઠે હીનતાની સાથે વિપદાનું સ્થાન થાય છે. તે આ પ્રમાણે –
કેશલા નામની નગરીને વિષે ચાર મિત્ર રહેતા હતા. તેમને સુખ દુઃખ સરખું હતું. પરંતુ ધનરહિત હતા. એક અવસરે તે ચારે મિત્રે સલાહ કરી દ્રવ્ય કમાવવા દેશાંતર નિકળ્યા. ફરતા ફરતા લેઢાની ખાણવાળા દેશમાં આવ્યા. વર્ષાઋતુમાં બીજા દેશેને વિષે લેઢાની બહુ કિંમત ઉપજે છે, એમ વિચારી લેતું લેઈને તેઓ આગળ ચાલ્યા. રસ્તે જતાં રૂપાની ખાણ દેખી તેથી હર્ષિત થઈ પરસ્પર બોલવા લાગ્યા. તેમાં ત્રણ જણે અસાર લેઢાને ફેંકી દેઈ રૂપું લીધું અને ચોથા મિત્રને કહ્યું કે, હે મિત્ર, દુર્જનના સંગની પેઠે આ લેહ ત્યાગ કર અને સજજ૧. એ મટાડી શકાય તે.
For Private and Personal Use Only