________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ,
66
મૂકી આવ્યા, તેપણુ તે ત્યાંને ત્યાં પાછા દાખલ થયા. રાજ્ય નિવારસી થવાથી શત્રુએની આંખમાં આવ્યું અને લાંકા મેટા સંકટમાં પડયા. તેમણે નગરસ્થાપક નાગદેવનું સ્મરણ કર્યું. તે ધ્રુવે તિસ્મર નાગને દેવકુળના જાણી લોકોને સમજાવ્યુ કે, ‘ પૂર્વે એ તમારા રાજા હતા માટે હવે પણ એનેજ રાજા રહેવા દો. ' તે દિવસથી અહીંની ગાદીએ સર્પરાજા છે. ’’ આ વૃત્તાંતઉપરથી કુમારપાળને ખાત્રી થઈ કે, “ ક્રોધ એ દુર્ગતિને આપનાર છે, માટે ઉદય પામવાની ઈચ્છા રાખનારે પ્રથમ બુદ્ધિથી રાષમય અંધકારને દૂર કરવા જોઇએ. સૂર્યનારાયણ પણ રાત્રિના અંધકારને ભેદ્યા વગર ઉદય નથી પામતા. '' અહીં ખેડા ફાટી જવાથી તે માચીએના બજારમાં ગયા. તે વખતે ખાળચંદ્ર નામના એક મા ચીએ તેને સારા વિવેક બતાવ્યા. તેણે કહ્યું કે, “ મહારાજ, આપ ભવિષ્યમાં રાજા થવાના છે માટે મે આ શકુનસારૂ ખાસ તૈયાર કરી રાખેલી મેાજડીએ સ્વીકારો. ” તેના આગ્રહ જોઈ કુમારપાળે હાર્યંત થઇને તે ભેટ કબૂલ રાખી. અહીં તેને સિદ્ધરાજના મરણની અને પાટણમધ્યે પાદુકાના રાજ્યની ખખર મળી. તેથી ‘ પાટણમાં કુમારપાળ રાજા થયાની ખબર સાંભળે એટલે તું ત્યાં આવજે ’ એવી મેચીને સમજ આપી તે ઉજ્જૈયિની થઈ સિદ્ધપુર ગયા. ત્યાં પૂર્વ માનેલા બ્રાહ્મણ-મામાને ઘેર સર્વ કુટુંબ મૂકી પોતે એકલા પાટણ ગયા. ત્યાં તેને ખનેવી કૃષ્ણદેવ તેને મેટા માનસાથે પેાતાને ધેર લેઈ ગયે. એક દિવસ તેની બેન પ્રેમળદેવી તેને સ્નાન કરાવતી હતી તે જળમાં એકાએક દુંગીએ નાહીને સુસ્વર કર્યો. તે જોઈ કુમારપાળ દુર્ગાપ્રતિ બેન્ચેા કે, “ જો મારા નશીબમાં તને રાજ્ય દેખાતું હોય તે તું મારા મસ્તકઉપર બેસીને સુસ્વર કરી કણને આનંદ આપ. ” ઈશ્વર કૃપાથી દુર્ગાએ ‘ તને રાજ્ય છે ’ એવા સુસ્ત્રર કર્યો અને તે જોઈ એક શાકુનિક
૧. પૂર્વ ભવના સ્મરણવાળા. ૨. કાળી ચકલી-દેવ ચકલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only