________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમો.
૨૨૭
વસવડે પૂજા કરવાથી વસ્ત્રની વિભૂતિ મળે છે, શુભ અલંકાર ચડાવવાથી અલંકાર મળે છે, પુષ્પપૂજા કરવાથી પૂજય પદવી મળે છે, ચંદનાદિ ગંધની પૂજા કરવાથી શરીર સુગંધિત થાય છે, દીપક ધરવાથી આવરણ રહિત જ્ઞાન થાય છે અને રતાદિની પૂજા કરવાથી નિરૂપમ બેગવાળી નહિ મળે છે. એમાં કંઈ નવાઈ જેવું નથી. કારણ કે પૂજાથી તો પ્રાણુઓને યાવત્ મોક્ષસુધીનાં સુખ મળે છે.
શંકા-જિનપ્રતિમાની પૂજા વિગેર કરવામાં કંઈ ઉપયોગ નથી. કારણ પૂજાદિથી કંઈ દેવ તૃપ્ત કિંવા સંતુષ્ટ થતા નથી અને અતૃપ્ત કિંવા અસંતુષ્ટ દેથી ફળની પ્રાપ્તિ થતી નથી.
સમાધાન-એમ ન કહેવું. કેમકે, અતૃપ્ત અને અસંતુષ્ટ ચિંતામણિ વિગેરે થકી ફળની પ્રાપ્તિ થાય છે તેને વિરોધ આવશે. કહ્યું છે કે, અપ્રસન્નથી ફળ કેમ મળે એ કહેવું અસંગત છે. શું ચિંતામણિ વિગેરે જડ પદાર્થો ફળ નથી આપતા. જો કે પૂજાથી પૂજ્ય એવા તીર્થકર ઉપર ઉપકાર થતો નથી તે પણ જેવી રીતે મંત્રથી શરણ કરેલા અગ્નિ વિગેરેના સેવનથી ફળ થાય છે તેવી રીતે પૂજાથી પૂજકને ઉપકાર થાય છે.
આ સર્વ અધિકાર પોતે કરાવેલી જિનપ્રતિમા સંબંધે છે. હવે બીજાએ કરાવેલી અને શાશ્વતી (વગર કરાવેલી) પ્રતિમા વિષે કહેવામાં આવે છે. જિનપ્રતિમા ત્રણ પ્રકારની છે. પોતે ભક્તિપૂર્વક કરાવેલી, બીજાએ ચિમાં પધરાવેલી અને શાથતી. વિશેષમાં લેકે મંગળગૃહના દ્વારપાટ ઉપર મંગળને માટે જિનપ્રતિમા કરાવે છે. શાશ્વતી પ્રતિમા સ્વર્ગ મૃત્યુ અને પાતાલ લોકના ચૈત્યોમાં વિદ્યમાન છે. ત્રણ લોકોમાં એવું સ્થાન નથી કે જે પરમેશ્વરની પ્રતિમાથી પવિત્રિત નહીં હોય. જિનપ્રતિમામાં વીતરાગનું સ્વરૂપ અધ્યારોપણ હેવાથી તેમની પૂજદિ કરવી યોગ્ય છે.
For Private and Personal Use Only