________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨.૭૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
~
~~~
~
~~~~~~~~~~~
~~~~~
~
~
પોએ પણ આવીને તેજ પ્રમાણે હકીકત નિવેદન કરી. તે સાંભળી સર્વને મેટું આશ્ચર્ય લાગ્યું અને ઠેકાણે ઠેકાણે એવી વાત ચાલી કે, શ્રી હેમસૂરિની શક્તિ બેહદ છે અને શ્રીજૈન ધર્મને મહિમા અલૈકિક છે.
દેવધિનું તે છળ યુક્ત વચન યાદ લાવીને રાજાએ એક વખત સૂરિને પૂછયું કે, “હે ભગવન્! જગતમાં ઘણા ધર્મો છતાં બ્રાહ્મણોને શ્રીજૈન ધર્મ ઉપર વધારે દ્વેષ કેમ છે?”
ગુરુ બોલ્યા “હે રાજન ! પૂર્વે યુગની આદિમાં પ્રથમ તીર્થકર શ્રીહષભદેવ પરોપકારાર્થે વિનીતા નગરી નજીક પુરિમતાલપુરને વિશે સમવસર્યો. તેની વધામણી લાવનારને ભરત ચક્રવર્તીએ સાડાબાર કરેડ સેનૈયાનું દાન આપ્યું. પછી તે વિવિધ પ્રકારના અહારાદિથી ભરેલાં પુષ્કળ ગાડાં લેઈને પરિવાર સાથે વંદન કરવા ગયા. ત્યાં દશ અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણ પૂર્વક નમસ્કાર કરીને યોગ્ય સ્થાનકે બેઠા. પછી શ્રીયુગાદિદેવે દેશના દીધી કે,
ધર્મકળામાંથી સર્વ કળા નિકળે છે, ધર્મકથામાંથી સર્વ કથાએ આવે છે. ધર્મબળથી સર્વ બળ થાય છે અને મુક્તિ સુખથી સર્વ સુખ થાય છે. ”
આ ઉપદેશ સાંભળી શ્રીભરતચક્રીએ પૂછયું કે, “ મહારાજા ધર્મનું સ્વરૂપ શું ?"
શ્રીપરમાત્મા બેલ્યા, “ધર્મરૂપ પુરુષનું દાન એ દારિક શરીર છે, શીળ એ વસ્ત્ર છે, તપ એ તેજ છે અને ભાવ એ તેને સ્વામી જીવ પિતે છે.”
આ પ્રકારના વિતરાગના ઉપદેશથી ભરતચક્રીએ દાનને ધરૂપે માન્યું અને ભગવાનને નમસ્કાર કરી પોતાની સાથે આણેલું ભેજનાદિ ગ્રહણ કરવા સાધુપ્રતિ નિમંત્રણ કર્યું. ત્યારે ભગવાન બોલ્યા, “હે ભરત! આધાક, સામે આણેલે અને
For Private and Personal Use Only