________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
ઘરમાં એકલા હોવાથી રાંકડાની માફક ભટકવા લાગ્યા. તેમ કરવાથી પણ પૂરૂં ખાવાનું ન મળ્યું ત્યારે પેાતાના જૂના મિત્રાની ઋદ્ધિ અને લીલા જોઈ મનમાં પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે, વિક્કાર છે મને જે મે તે વખતે મારી ખોટી હઠ ન છેાડી! અંતે મિત્રાનુ શરણ લીધું. તેમણે દયા આવવાથી તેને ભેજનાદિની મદદ આપી, તે વડે જન્મ સુધી દુઃખે દહાડા કાઢી પશ્ચાતાપમાંજ મરણ પામ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી રીતે જે વિચારી પુરૂષ મિથ્યાત્વ પક્ષના કદાગ્રહ છેડતા નથી તે અનેક દુ:ખનુ ભાજન થાયછે; માટે હે સજ્જના ! તમારા મન સાથે પુખ્ત વિચાર કરી સદ્રત્તની ઉપમાવાળા સદ્ધર્મને ગ્રહણ કરે. આ અપૂર્વ દૃષ્ટાંતનો પરમાર્થ સમજવામાં આવવાથી રાજા તથા સભાસદા ચમત્કાર પામી શ્રજૈન ધર્મ ઉપર દૃઢ અનુરાગવાળા થયા અને સૂરિને પૂછવા લાગ્યા કે, “હવે અમારે શું કરવુ?” ત્યારે સૂરિ બોલ્યા, “હે રાજન! પ્રાણીઓનું રક્ષણ, મનુષ્ય જાતપર ઉપકાર, જિનેશ્વર દેવની ભકિત, ધામિઁકાના સત્કાર, સ્વજનનુ' દાનમાનથી સમાધાન, જીર્ણ મદીરાના ઉદ્ધાર, યતિઓને દાન અને તેવાજ ધર્મના ઉદ્દાત કરનારા બીજા ઉપાયોથી પુણ્યવાનાની લક્ષ્મી સલ થાયછે.’ શ્રીગુરૂનાં એ વચનામૃત સાંભળી રાજા બેક્ષ્ચા, ‘હે ભગવન્ ! મારે તો આજ પ્રભાતના ઉદય થયા છે. કારણ કે, મેહરૂપી તિદ્રા નાશ પામી રૂડી દૃષ્ટિ ઉધડી દુષ્ટ કષાયરૂપી ઘુવડના ગણ નાશી ગયો છે અને માયારૂપી રાત્રી વીતી જઈ પૂર્વાચળ સમાન વિવેક મય હૃદયમાં સમ્યક્ જ્ઞાનરૂપી સૂર્યના ઉદયથી કલ્યાણરૂપી કમળની કાટિએ વિંકવર થઈ છે. હવે કલંકયુક્ત · કુદેવ, ઠગારા કુગુરૂ અને જીવહિંસક કુતર્કથી વ્યાપ્ત કુશાસ્ત્ર વડે સર્યું.
,,
સૂરિ બાલ્યા, “હે કુમાર ભૂમીંદ્ર, વિવેકમાં ઇંદ્ર અને વિચારમાં બૃહસ્પતિ સમાન આપ જેવાને ગાડરિયા પ્રવાહપ્રમાણે વર્તવુ શેશભતુ નથી. મૂઢ અને કુબુદ્ધિ પુરૂષોજ કુલક્રમથી આવેલા ધર્મનું આચ
૧. ક્રોધ, માન. માયા અને લાભ, એ ચાર કષાય કહેવાય છે. ૨. ખીલેલી.
For Private and Personal Use Only