________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોહનીય ક–જે મિાહ કરી જીવને વિચિત્રતા પમાડે તે કર્મ. આયુ કર્મ–જેના ઉદયથી છવ જીવે છે તે કર્મ. નામ ક–જે શુભાશુભ ગતિએ કરી છવને નમાવે છે તે કર્મ, ગોત્ર કર્મ–જેના ઉદયથી જીવ ઉંચ નીચ કુળને કહેવાય છે તે કર્મ. અંતરાય ક–વને લાભ દાનાદિ થતાં હોય તે ન થવા દેનાર કર્મ.
૫ સમિતિસમિતિ–નીચી દષ્ટિથી યતના પૂર્વક ચાલવું તે. ભાષા સમિતિ–પાપ વગરનું બોલવું અને તેવીજ ચેષ્ટા કરવી તે. એષણ સમિતિદેષ ટાળી આહાર લેવો તે. આદાનનિક્ષેપણું સમિતિ– ભૂમિ પ્રમાજીને આસન પ્રમુખ લેવું કે મૂકવું તે. પરિધ્ધાપનિકા સમિતિ–મળ મૂત્રાદિક ઉપગ પૂર્વક પરઠવવું તે.
૩ ગુપ્તિ–મન, વચન અને કાયાને ગોપવાં કે રોધવાં તે અનુક્રમે મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ કહેવાય છે.
ધ્યાન––ધ્યાન ચાર પ્રકારનું થાય છે. આર્ત, રદ્ર, ધર્મ અને શુકલ. આર્તધ્યાન-(જુઓ પૃષ્ઠ ૮૩ ઉપર.) શિદ્રધ્યાન–હિંસા. અસત્ય વચન, ચોરી અને સ્વરક્ષણ એનું ધ્યાન ધરવું.
ધર્મધ્યાન-તીર્થકરને વચન ઉપર શ્રદ્ધા રાખી તેમના નામાદિનું સ્મરણ કરવું વિગેરે.
શુકલધ્યાન–મેક્ષનાજ હેતુરૂપ શુભ ધ્યાન.
સ્વાધ્યાય –વાંચવું, પૂછવું શીખેલું સંભારવું અને અથનું ચિંતવન કરવું એ સ્વાધ્યાયના ચાર પ્રકાર છે. ( ૧૦ ત્રિક-શ્રાવકને દેરાસરમાં ૧૦ ત્રિક સાચવવાની હોય છે. ૩ નિસિહી કહેવાની હોય છે (જુઓ પૃષ્ઠ ૧૦૮ ઉપર ટીપ) જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાઘન માટે ૩ પ્રદક્ષિણા દેવી. બે હાથ જોડીને, કેડેથી વાંકા વળીને અને પંચાગ એટલે માથું, બે હાથ અને બે જાનુ જમીન પર અડાડીને ૩ પ્રકારે પ્રણામ કરવા ૩ પ્રકારે ચંદનાદિથી અંગ, ઘપાદિથી અગ્ર અને સ્તવનાદિથી ભાવ પૂજા કરવી. સ્નાન કરતાં પિંડસ્થ (કેવલ જ્ઞાન પહેલાંની), પૂજા કરતાં પદસ્થ (કેવલીની), અને કાઉસ્સગ કરતાં રૂપસ્થ (સિદ્ધ) અવસ્થા ભાવવી. ઉંચું, નીચું અને તિ છું અથવા પાછળ, જમણું અને ડાબું જોયા વગર પરમેશ્વર સામે જોવું. પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પ્રમાર્જિવી. ચૈત્યવંદન કરતાં અક્ષર, અર્થ અને ભગવંતની પ્રતિમાનું આલંબન કરવું; વેગ, જિન અને મુતાશુકિત એવી ત્રણ મુદ્રાઓ યથાસ્થાનકે સાંચવવી, મન, વચન અને કાયાની શુદ્ધિ રાખવી.
For Private and Personal Use Only