________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
હે રાજન ! મહુવા નગરમાં પિરવાડ વંશના મારા પિતા હંસ મંત્રીને વડિલે પાર્જિત પાંચ રત્ન મળ્યાં હતાં. તે મારા પિતાને તીર્થયાત્રા કરવાની ઈચ્છા થઈ હતી. પણ તેવા કોઈ મોટા સંધને વેગ ન બનવાથી તેઓ યાત્રા કર્યા વગર પ્રાંત સમયે મને શત્રુંજય ગિરિનાર અને દેવપત્તન એ ત્રણ જગાએ ત્રણ રસ્તે આપવાનું અને બે રસ વડે મારો નિર્વાહ કરવાનું કહી કાળ કરી ગયા. તેમના વચનનો આદર કરી મેં તેમના પુણ્યાર્થે ત્રણ રત્ન વડે ત્રણ તીર્થો ઉપર તીર્થ માળાઓ પહેરી અને આ બે રત્ન સર્વ તીર્થના આધારભૂત સંઘપતિ એવા આપને થાઓ કારણ કે, એ પ્રકારે શ્રીસંઘના અધિપતિનું વાત્સલ્ય કરવાથી હું કૃતકૃત્ય થઈશ.' એમ કહી રાજાના પદ્મહસ્તમાં બે રને મૂક્યાં. રાજા પણ તેના ભક્તિ વિનય અને ઔદાર્યાદિ ગુણેથી ચિત્તમાં ચમત્કાર પામી શ્રીસંધ સમક્ષ તે બે રને બતાવીને બોલ્યા, “રાજ છતાં પણ હું પ્રશંસા કરવા લાયક નથી અને આ વણિક છતાં એ બહુ પ્રશંસા કરવા લાયક છે. એમણે ત્રણ જગતના ગુરુની માણેકે વડે ઘણે તીથી ઉપર પૂજા કરી છે.” (જગડુશા પ્રતિ) “હે શ્રાદ્ધવર્ય! આપને ધન્ય છે. આપજ પુણ્યશાળીઓમાં અગ્રણી છે. કારણ કે, આપે ત્રણ તીર્થો ઉપર એ પ્રકારે ઇંદ્રપદ લીધું.” ઈત્યાદિ પ્રકારે જગડુશાના વખાણ કરી તેને પિતાના અર્ધાસન ઉપર બેસાડ્યો અને રવણ ભરણાદિથી સત્કાર કરીને અઢી કરોડ રૂપીઆ આપી તેનાં બે રને લીધાં. પછી તે બે રત્નને વચમાં રાખીને બે નવીન હાર બનાવ્યા અને શ્રી શત્રુંજય તથા ગિરિનાર પર તીર્થંકરની પૂજામાં મોકલ્યાં. ત્યાંથી પ્રયાણ કરી મહેત્સવ પૂર્વક પાટણ આવે.
અહીં યાત્રા કરી આવેલા શ્રીસંઘને સોનાના આભરણ અને પટકુળ વિગેરેથી સત્કાર કરી વિસર્જન કર્યું. કારણ શાસ્ત્રમાં કહ્યું છે કે, શ્રી શત્રુંજયનાં દર્શન કર્યા હોય તેવા અને નહીં કર્યો હોય તેવા સંઘને પ્રતિલાભ. વગર દર્શન કરેલાને પ્રતિલાજવાથી
For Private and Personal Use Only