________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
શ્રી કુમારપાલપ્રબંધ.
આલિંગમંત્રીની પદવી આપી. આલિંગ કુંભારને ચિત્રકૂટની પદિકાને સ્વામી બનાવ્યું. તે પદિકાને તાબે ૭૦૦ ગામે હતાં. તેના વંશજે લાજ આવવાથી હાલ પિતાને “સગા” રજપૂતના નામથી ઓળખાવે છે. જેમણે કાંટામાં ઘાલી રક્ષણ કર્યું હતું તેમને પોતાના અંગ રક્ષકોમાં દાખલ કર્યા. સિરિ બ્રાહ્મણ–મિત્રને લાટ દેશ બક્ષીસ કર્યો. રાજતિલક કરનાર દેવશ્રીને જોળકા આપ્યું. ચણા આપનાર દુકાનદારને વટપદ્રને ઈનામદાર કર્યો.
એવી રીતે સર્વ ઉપકારી પુરૂષને સંભારી સંભારી બેલાવ્યા, તે વખતે ધર્મપ્રાપ્તિને અંતરાય હોવાથી શ્રીહેમાચાર્ય ન સાંભર્ય એવામાં તે આચાર્ય કુમારપાળને રાજ્ય મળ્યાના સમાચાર સાંભળી કર્ણવતીથી પાટણ પધાર્યા. ઉદયન મંત્રીએ પ્રવેશોત્સવ કર્યો. આચાર્ય મંત્રીને પૂછયું કે, “રાજા અમને સંભારે છે કે નહીં?” મંત્રીએ કહ્યું, “ના.”કોઈક અવસરે નિમિત્તના બળથી સૂરિએ મંત્રીને કહ્યું કે,“તમારે આજે રાજાને નવી રાણુંના મહેલમાં જવાની ના પાડવી. કારણ ત્યાં ઉપદ્રવ થવાને છે. જે કદાપિ રાજા બહુ આગ્રહથી પૂછે તે મારું નામ આપો.” મંત્રીએ સૂરિના વચન પ્રમાણે રાજાને કહ્યું. રાજા કબૂલ રાખી નવી રાણીના મહેલે સૂવા ન ગયે. રાત્રે એકાએક વિધુત્પાતથી તે મહેલ બળી ગયે અને તેમાં રાણીને ઘાત થયે. આ આશ્ચર્યકારી બનાવ. જોઈ ચમત્કાર પામેલે રાજા મંત્રીને પૂછવા લાગ્યો કે, “આવું મહાપકાર કરનાર અભુત ભવિષ્ય કાળનું જ્ઞાન કેને છે?” રાજાને અતિ આગ્રહ જોઈ સૂરિસંબંધી આગમનપ્રમુખ સર્વ વૃત્તાન્ત કહ્યો. તે સાંભળી રાજાએ ખુશી થઈને સૂરિને સભામાં આવવા માટે વિનંતી કરાવી સૂરિ સભામાં આવ્યા ત્યારે રાજાએ આસન ઉપરથી ઉઠી વંદન કર્યું અને હાથ જોડી બેલ્યો કે, “મહારાજ ! હું આપને મારું સુખ દેખાડવાને પણ સમર્થ નથી. આપે મને ભવિષ્યમાં રાજય મળવાના સમયની ચિઠ્ઠી આપી હતી અને ખંભાતમાં મારા જીવિતનું રક્ષણ કર્યું
૧ મદદગાર પ્રધાન, નાયબ દિવાન.
For Private and Personal Use Only