________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
કાર્યસિદ્ધિ તેમને 'ઉપકરણમાં નહીં, પણ તેમના સત્વમાં જ રહેલી છે. હાથીનું શરીર રચૂળ છતાં તે અંકુશને વશ થાય છે. શું તે અંકુશ હાથી જેવડે હોય છે? દીવા પ્રગટ થવાથી અંધકાર નાશી જાય છે. શું તે અંધકાર દીવા જેવડો હોય છે? વજથી હણાયેલા પર્વત પડી જાય છે. શું તે પર્વતો વજના જેવડા હોય છે? ખરું જોતાં તે જેનામાં તેજ ( પ્રતાપ ) હોય છે તે જ પરાક્રમી નિકળે છે; મરે રયૂલતાઉપર ન ભૂલાતાં ઉદ્યોગપરાયણ પુરૂષોએ હમેશ સત્વને ધારણ કરવું. સત્વથી અસાધ્ય કાર્યની પણ સિદ્ધિ થાય છે. પવનપુત્ર હનુમાને સાત્વિક અર્જુનના સત્વથીજ પ્રશન્ન થઈ તેને લંકામાંલેઈ જઈને સ્વર્ણકુમાર આપ્યો હતો. મહાભારતમાં તે વિષે આ પ્રમાણે કથાનક છે – ' કુરુક્ષેત્રમાં સ્વસ્તિથી રમ્ય હસ્તિનાપુર નામનું નગર છે. ત્યાં પુણ્યશ્લેકી સત્યવાદી યુધિષ્ઠિર રાજા પૂર્વે રાજય કરતો હતું, પ્રતિદિન વૃદ્ધિ પામતા તે નરેદ્ર એક વખત રાજસૂય નામના યજ્ઞને પ્રારંભ કર્યો. તે યજ્ઞમાં દક્ષિણા આપવાસારૂ અર્જુનને સ્વર્ણકુમાર લેવાને લંકા મેક. તે વગરવિલંબે રથમાં બેસી પ્રયાણ કરી નિબંધ સેતુબંધ આગળ પહોંચ્યો ત્યાં એકાએક તેને રથ સ્થિર થઈ ગયે. તે જોઈ અને વિચાર્યું કે, નિરંતર અખલિતપણે વાયુવેગથી પણ અધિક ચાલનાર મારા રથને કેણે રક છે? પછી તે રથમાંથી નીચે ઉતરી આગળ પાછળ જેવા લાગે; પણ પાષાણાદિશિવાય બીજી અડચણ દીઠી નહીં. ત્યારે રથની તરફ ભ્રમિત ચક્ષુથી ભ્રમણ કરી જરાવાર ઉભા રહ્યા. એટલામાં કમળતંતુથી પણ અધિક સૂક્ષ્મ અને કમળ એક તંતુ તેના જેવામાં આવ્યું. તેથી વિરમય પામી વિચારમાં પડે કે, આ તંતુથી મારે રથ શી રીતે રોકાય ? પછી અતિ કે આવવાથી તે તંતુને ખૂબ માર્યો, પણ તેથી તે છેદાય નહીં. ૧ સાહિત્યો. ૨ સોનાને પુરૂષ. ૩. બંધ વિનાને.
For Private and Personal Use Only