________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બાવીસમો.
૨૬૫
એવો વિચાર કરી તેણે તે દિવસે ગુરુમુખથી ઉપવાસ કર્યો. પારણાના દિવસે શુદ્ધ શ્રદ્ધા પૂર્વક સાધુને દાન આપ્યું. આ વખતથી તે જૈન ધર્મમાં સન્મુખ અને સ્વભાવે ભદ્રક થયે. ત્યાંથી મરીને ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ રાજા થયે. ઓઢરને જીવ ઉદયન મંત્રી થયો અને યશોભદ્રસૂરિ તે હું પોતે. અહીંથી તમે મરીને મહર્ખિ વ્યંતર દેવતા થશે અને ત્યાંથી ચવીને આજ ભરતક્ષેત્રના ભદિલપુર નગરને વિષે શતાનંદ રાજા અને ધારણી રાણીના શતબલ નામના પુત્ર થશે. ત્યાં પિતાનું રાજ્ય પામી,
ભાવી શ્રી પદ્મનાભ તીર્થંકરની દેશના સાંભળી બોધ પામશે અને રાજ્યલક્ષ્મી છાંડી દીક્ષા લેઈ ભગવાનના અગીઆરમા ગણધર થશે. અનુક્રમે કેવળ જ્ઞાન પામી મેલે જશે. મતલબ કે, આ ભવથી ત્રીજા ભવે શ્રીજૈન ધર્મના પ્રભાવથી તમે મેક્ષે જશે. એ પ્રકારે સૂરિમંત્રની અધિષ્ઠાત્રી દેવીની વાણીથી મેં તમારા ગયા અને આવતા ભવ સંબંધી હકીકત સાંભળી તે કહી છે,
કુમારપાળ પિતાને સિદ્ધિ નજીક છે તે વાત સાંભળી ઉલ્લાસ થવાથી જાણે નિવૃત્ત થયો હોય તેમ ગુરુપ્રતિ હાથ જોડી વિનવવા લાગ્યું કે, “હે ભગવન! આપનાથી બીજે કણ સર્વજ્ઞની માફક ભૂત અને ભવિષ્ય કાળની વાત કહે? જેમ ભગવંતની ભાષા વ્યભિચાર દોષવાળી ન હોય તેમ આપની વાણી પણ તેમના ધ્યાનના અતિશયથી દેષરહિતજ હોય. પરંતુ જો આપની આજ્ઞા હોય તો કેતુકમાત્રથી મારા કોઈ આસ પુરુષને એકશિલા મોકલી ઓઢરશેઠને ઘેર સ્થિરદેવી નામની દાસીને પૂછવું. "
ગુરુએ કહ્યું કે, “વિશેષ પ્રકારે પૂછાવ.”
પછી રાજાએ તાબડતોબ એક આસજનને એકશિલા મોકલ્યા. કહ્યું છે કે, કિંતુકી પુરુષે આળસ નથી રાખતા. આમ પુરુષે ઓઢરશેઠના પુત્રને ઘેર જઈ તે દાસીને સર્વ હકીકત આશ્ચંત
For Private and Personal Use Only