________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
શ્રી કુમારપાલ પ્રબંધ,
નથી, તેથી કોઈ પ્રાણીની હિંસા કરવી નહીં. જીવહિંસા કરનારા પુરૂષે વેદથી, દાનથી, તપથી અથવા યજ્ઞથી કેઈ પ્રકારે સદ્ગતિ પામતા નથી.' ઈત્યાદિ શાસ્ત્ર જાણનારા અને ભણનારા જયારે સર્વ જીવની હિંસા, મામેધ અને ગમેધાદિ યાગના પ્રરૂપક વેદને પ્રમાણ માને છે ત્યારે નાસ્તિક શાસ્ત્રનો શા હેતુથી સ્વીકાર કરતા નથી 2 મીમાંસામાં કહ્યું છે કે, યજ્ઞ કરનારા ગાઢ અંધકારમાં ડૂબી મરે છે. હિંસાથી ધર્મ થતું નથી, કે નથી અને થવાનું નથી.”
ઈત્યાદિ સૂરિનાં વચન સાંભળી બ્રાહ્મણો મૌન રહ્યા. તે જોઈ રાજા ચમત્કાર પામે અને દયામાં તેનું મન પ્રવત્યું. પછી તેણે સૂરિને પૂછ્યું કે, “મહારાજ ! બ્રહ્માએ પશુઓ યજ્ઞને માટે સંજય છે અને યજ્ઞમાં થતે વધ તેમના એશ્વર્ય માટે છે, તેથી યજ્ઞમાં થતે વધ અવધ છે. ઔષધીઓ, પશુઓ, વૃક્ષ, તિર્યંચે અને પક્ષીઓ જેમનું યજ્ઞમાં મૃત્યુ થાય છે તે ઉત્કર્ષને પામે છે. ઈત્યાદિ બેલનારા બ્રાહ્મણે વેદોક્ત હિંસાને ધર્મ સાધન કહે છે તે કેમ? - સૂરિબેલ્યા, “હે રાજન! એ સત્ય નથી. કારણ કે, સ્કંદપુરાણના પ૮૫ મા અધ્યાયમાં કહ્યું છે કે, “નપોથ ઈત્યાદિ પશુનો વધ કરાવનારી કેરિકા જ્ઞાતા જનેને પ્રમાણ નથી. તે સત્પરૂ
ને ભ્રમમાં નાખનારી છે. વૃક્ષને છેદી, પશુઓને હણ, રૂધિરને કાદવ કરી અને અગ્નિમાં તેલ ઘી વિગેરે હેમી સ્વર્ગની અભિલાષા રાખે છે તે આશ્ચર્યકારી છે.” ભાગવત પુરાણના ૨૩ મા અધ્યાયમાં શુકે કહ્યું છે કે, “જૈ વૈદિકે દંભયજ્ઞમાં પશુઓને હણે છે તેમને પરલેકમાં વૈશસ નરકમાં પરમાધામીઓ યાતના પૂર્વક હણે છે'. શ્રી ભાગવતના ૧૧ મા અધ્યાયમાં બ્રાહ્મણનું વાક્ય છે કે, “મોટા આડંબરવાળા યના જ્ઞાન અને વિદ્યાઓથી અત્યંત પ્રગટ થયેલા વેદવાદ પ્રતિ રૂડે (શુદ્ધ) તત્વવાદ શેભાને નથી.” વળી પશુઓ યજ્ઞને માટે સર્યો છે, એમ જે સ્મૃતિ કહેતી હોય તો સ્માર્ટી
૧. નરકના રખવાળ.
For Private and Personal Use Only