________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
~~~~~~~~~~~ ~~~~~~~~ દેખાય છે. કારણ, પ્રઢ અહંકાર શિવાય આવી ગુણાવલી કેમ બેલાય ? હું એના અહંકારની ખબર લઈશ.” પછી રાજાએ સભામાં
તરફ નજર ફેરવી, એટલે રાજાના મનને અભિપ્રાય સમજનાર મંત્રીપુત્ર આમભટે કરસંપુટ ઉચે કર્યો. તે જોઈ રાજા ચમત્કાર પામ્યો. સભા વિસર્જન થઈ એટલે મંત્રીપુત્રને બેલાવી કરસંપુટ કરવાનું કારણ પૂછયું. ત્યારે મંત્રીપુત્ર બેલ્થ કે, “મહારાજ! આસભામાં કોઈ સુભટ છે કે જે મિથ્યાભિમાનીનપાભાસ મલ્લિકાર્જુનને જીતી લાવે, એ આપણે આદેશ જાણી સ્વામ્યાદેશ બજાવવાને સમર્થ એવા મેં તે પ્રમાણે અંજલિપુટ કર્યો.” તેનાં એવાં વચન સાંભળી રાજા આશ્ચર્ય પામી છે, “અહે એનું કેવું ચાતુર્ય છે ! કહેલી વાત તે પશુપણ ગ્રહણ કરે. શું હાથી ઘોડા પ્રેર્યા છતાં નથી ચાલતા ? પરંતુ પંડિત પુરૂષ તે વગર કહેલું પણ ઇંગિતાકારથી જાણે છે. એ વાત ઘટે છે. કેમકે, બુદ્ધિનું ફળ ઈમિત આકારનું જાણવું તેજ છે.” પછી રાજાએ તેને પ્રયાણ કરવાની આજ્ઞા આપી પંચાંગપ્રસાદપૂર્વક સૈન્યને અધિપતિ નિમ્પ અને સર્વ સામત સાથે વિદાય કર્યો. તે નિરંતર પ્રયાણ કરી કેકણ દેશના લગભગ આવ્યું. વચમાં કાલિંબી નદી આવી. તેમાં પાણીનું પૂર દુર હતું. તે ઉતરીને સૈન્ય મહા કષ્ટ સામે કાંઠે પહોંચ્યું તે વખતે તેને સંગ્રામને સારૂ અસજજ જોઈ મલ્લિકાર્જને એકદમ હુમલે કર્યો. મંત્રીપુત્ર હાર્યો અને કૃષ્ણવદને કૃષ્ણવસ્ત્ર પહેરી મસ્તકે કૃષ્ણછત્ર ધરાવી પાછો ફર્યો. પાટણનજીક આવી નગરની બહાર કૃષ્ણ તંબુમાં પડાવ નાખે. તેવામાં દસરાને દિવસ આવે. તે દિવસે રાજા રાજપાટિકામાં ફરવા નિકળે. તેના દીઠામાં તે તંબુ આવે, એટલે બોલ્યો કે, “આ કોના લશ્કરને પડાવ પડ છે?” તે સાંભળી કોઈ પુરૂષ બોલ્યો કે, “આપને આંબડ સેનાપતિ કંકણ માંથી હાર ખાઈને પાછો ફર્યો છે, તેને આ તંબુ છે.”આંબડની એવી લજજાથી ચમત્કાર પામેલે રાજા વિચારવા લાગ્યું કે, “હે આ
૧ ધણીને હુકમ. ૨ ચેષ્ટા. ૩ દુઃખે વારી શકાય તેવું.
For Private and Personal Use Only