________________
દશા અને વીશા બને વણિકોની માહિતી, રાધનપુરની બીબી અંગેનો કપડવંજનો ઐતિહાસિક પ્રસંગ, એકતાલીસ કુટુંબોનો મહામહેનતે અને ચીવટપૂર્વક તૈયાર કરેલ વંશવેલો, વગેરે ઘણું ઘણું આ પુસ્તકમાં લેખકે પોતાની દૃષ્ટિ અને શક્તિ મુજબ આપવો પ્રયત્ન કર્યો છે. જો કે ગળે ન ઉતરે એવી કેટલીક વિગતે આ પુસ્તકમાં જોવા મળે છેખફી, તેમ છતાં આ પુસ્તકમાં કપડવંજ વિશે અવનવું જાણવાનું મળે એવી રસપ્રદ માહિતી, અને શાંતિએના વાડાઓને વિશાળ બનાવવાની વાતને ઉત્તેજન આપવાની, હિમાયત, પણ જોવા મળે છે. - ', ' ' , :
છે : " ઉપર જણાવી તે માહિતી ઉપરાંત સમગ્ર કપડવંજ અંગેની કેટલીયે વિગતે, આ પુસ્તક આપણને આપે છે. કપડવંજના વસવાટને ઇતિહાસ, કપડવંજીએાની નાનીમોટી સખાવતની વિગતો, કપડવંજની જૂના વખતની અને આજની આર્થિક સ્થિતિને ખ્યાલ, કપડવંજની જૂના સમયની અને આજની ઔદ્યોગિક માહિતી અને તેના વિકાસની શક્યતા, કપડવંજનાં જોવાલાયક સ્થળે અને તેમને ઇતિહાસ, કપડવંજનાં સાર્વજનિક કામની વિગતો વગેરે ઘણું ઘણું આપણને આ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. અને આ બધી વિગતે વાચકોને પ્રેરણા મળે એવી રીતે રજૂ કરવામાં આવી છે. કપડવંજમાંની બેકારી દૂર થાય, કપડવંજઓને કામધંધા અંગે મદદરૂપ થવાય અને કપડવંજની હરેક રીતે પ્રગંતિ થાય એ નેમ પણ લેખકે આ પુસ્તકની વિગતોની રજુઆત કરવામાં રાખી છે. આથી આ પુસ્તક એવું બની શકયું છે કે, તેથી વાંચક પ્રેરણા પામે, પિતાને ધમ વિચારે, પોતાના વતન તરફ મમતા કેળવે, કપડવંજની એકતા થાય અને તે ટકી રહે એવી દૃષ્ટિ રાખે, અને પિતપતાના સંપ્રદાય દ્વારા અર્થાત જૈન દેરાસરે, પછી માર્ગનાં મંદિર, મસ્જિદ, મહાત્માજી અને સેવામૂર્તિ હરિભાઈની પ્રતિમાઓ વગેરે દ્વારા તિપિતાના ધર્મની પ્રેરણા મેળવે વગેરે. આ બધું થાય તે પુણ્યભૂમિ પડવંજનું નામ સારા ગુજરાતમાં તે શું પણ સમસ્ત ભારતમાં જાણીતું થાય. આ રીતે જોતાં આ પુસ્તકની માહિતી, ઉપર બતાવી તે ભાવના કપડવંજીએની કેળવાય તેમાં કેટલેક અંશે મદદગાર થાય એવી છે, એમ કહેવું જોઈએ.
; ; જુદા જુદા સમયે જુદી જુદી રીતે નાનાંમોટાં દાન કરનાર કેટલાએ કપડવંજઓનાં નામે. આ પુસ્તકમાં જોવા મળે છે. એ દાનની વિગતે ઉપરથી આપણને જાણવા મળે છે કે, જૂના સમયથી તે આજ સુધી કપડવંજમાં નાનામેટાં દાનનો પ્રવાહ સતત વહ્યા કર્યો છે. કપડવંજના એક જાહેર કાર્ય કર્તાતરીકે આ સૌને યોગ્ય ઉલ્લેખ કરી તેઓની સખાવતેને ઉલ્લેખ અહીં કરવાનું મને રવાભાવિક રીતે મન થાય છે. પણ એમ કરવા જતાં એ લાંબી યાદીમાંનું કેઈનું નામ ભૂલથી રહી જવાને સંભવ હોઈ કોઈનાયે નામને નિર્દેશ કર્યા વિના, કપડવંજને શણગારવામાં, કપડવંજમાં સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના સંસ્કાર સિંચવામાં, જાહેર સેવાના પાઠ શીખવવામાં, અને કપડવંજને સમૃદ્ધ બનાવવામાં ફાળો આપનાર, એસૌ દાતાઓને ધન્યવાદ આપવાની આ તક લઉં છું અને સાથે સાથે આનંદપૂર્વક એ વસ્તુ પણ નોંધવાની જરૂર જોઉં છું કે, કપડવંજનાં સાર્વજનિક કામમાં, જૈન ભાઈઓની સેવાને નંબર પાછળ નથી (જુઓ પાનું ૧૮૫-૮૬). આ ઉપરાંત એ બીના પણ સેંધવી જોઈએ કે સેવાભાવી અને સાધનસંપન્ન જૈન ભાઈઓની સેવાથી સંતોષ પામી, કપડવંજની પ્રજાએ જૈન કુટુંબને જ “નગરશેઠ” બનાવી સન્માન્યું છે અને એમ કરીને જૈન ભાઈઓની સેવા અને દાનની યોગ્ય કદર કરી છે (જુઓ પાનું ૧૩૭). | આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે મૂળ ચાર વર્ણમાંથી અનેક જ્ઞાતિઓ થઈ અને એ જ્ઞાતિઓમાંથી વળી અનેક પેટા જ્ઞાતિઓ થઈ આમ થવાથી આપણું સંઘબળ તૂટી ગયું એ સ્વીકાર્યા વિના