________________
સંકલન-સંપાદન વેળાએ પ્રાકથન
વળી, મહોપાધ્યાયશ્રીજીએ ક્યાંક ક્યાંક ટીકામાં સુક્તિઓ પણ ટાંકેલ છે. જેમ – શ્લોક-૧૩માં સૂર્યાભદેવની વાવડીની પૂજા અને જિનપ્રતિમાની પૂજાને સમાન કહેનાર લંપકનો ઉપહાસ કરતાં કહ્યું કે,
. काके कायॆमलौकिकं धवलिमाहंसे निसर्गस्थिती, गाम्भीर्ये महदन्तरं वचसि यो भेदः स किं कथ्यते । एतावत्सु विशेषणेष्वपि सखे ! यत्रेदमालोक्यते,
के काकाः सखि ! के च हंसशिशवो देशाय तस्मै नमः ।। વળી, લંપકનો ઉપહાસ કરતાં શ્લોક-૨૭માં પણ કહ્યું છે કે, વત્ જૂ -
वेश्यानामिव विद्यानां मुखं कैर्केर्न चुम्बितम् ।
हृदयग्राहिणस्तासां द्वित्राः सन्ति न सन्ति च ।। વળી ગ્રંથકારશ્રીએ ટીકામાં ઘણી જગ્યાએ અગત્યની ચર્ચા કર્યા પછી મનોહર પદ્યોની રચના કરેલ છે, તે પણ મનનીય છે.
જેમ શ્લોક-૩ના અંતે – हित्वा लुम्पकगच्छसूरिपदवीं गार्हस्थ्यलीलोपमाम् । प्रोद्यद्बोधिरतः पदादभजत श्रीहीरवीरान्तिकम् । आगस्त्यागपुनर्वतग्रहपरो यो भाग्यसौभाग्यभूः, स श्रीमेघमुनिन कैः सहृदयैर्धर्मार्थिषु श्लाघ्यते ।।१।। एकस्मादपि समयपदादनेके संबुद्धा वरपरमार्थरत्नलाभात् । अम्भोधौ पतति परस्तु तत्र मूढो, निर्मुक्तप्रकरणसम्प्रदायपोतः ।।२।।
વળી, ગ્રંથમાં ઠેરઠેર અનેક આગમપાઠોની સાક્ષીનાં જ દર્શન થાય છે. આગમપાઠોના આલાપકો આપીને યુક્તિપૂર્વક પ્રતિમાપૂજન અને અનેક યોગમાર્ગના પદાર્થોનું એવું સુંદર અર્થઘટન ગ્રંથકારશ્રીજીએ કરેલ છે કે, ખરેખર ગ્રંથકારશ્રીજીના ઓવારણા લેવાનું મન થઈ જાય છે. ગ્રંથને માથે મૂકીને નાચવાનું મન થઈ જાય છે.
કયા કયા શ્લોકોમાં કયા કયા આગમગ્રંથોનાં કે અન્ય ગ્રંથોનાં ઉદ્ધરણો છે, તેનો ખ્યાલ વિસ્તૃત અનુક્રમણિકા જોવાથી આવી જશે.
પ્રસ્તુત ગ્રંથસંપાદનની શૈલીમાં વાચકવર્ગને સુગમતા રહે તે માટે સૌ પ્રથમ અવતરણિકા અને અવતરણિતાર્થ આપેલ છે, અને જ્યાં અર્થમાં સ્પષ્ટતા થતી નથી ત્યાં નીચે વિશેષાર્થ આપેલ છે. ત્યાર પછી અમુક અમુક ટીકાના વિભાગો પાડી તેટલી તેટલી ટીકાનો અર્થ આપેલ છે, જેથી ગ્રંથ લગાડવામાં ઉપયોગી થઈ શકે. વિભક્તિ મુજબ ટીકાર્થ ખોલેલ છે. ઘણી જગ્યાએ કર્મણિ વાક્યરચના મુજબ જ અર્થ કરેલ છે અને તે તે ટીકાર્થ પછી ક્લિષ્ટ પદાર્થો હોય તેનો વિશેષાર્થ આપેલ છે. ક્યાંક ટીકાર્થની વિશેષાર્થમાં પુનરુક્તિ પણ જોવા મળશે. પણ પદાર્થ ખંડિત ન થાય અને સમજી શકાય તે હેતુથી પુનરુક્તિ દોષરૂપ નહિ ગણાય. ટીકાર્યમાં પણ વચ્ચે વચ્ચે ઉત્થાનો આપી આગળ શું પદાર્થ શા માટે