________________
સંકલન-સંપાદનની વેળાએ માફકચન બૃહત્કાય મહામહોપાધ્યાયની અણમોલ કૃતિ પ્રતિમાશતક ગ્રંથરત્નના વાચનનો શુભારંભ થયો. ટીકાર્થવિવેચનની સંકલના તૈયાર થતી ગઈ અને તેમાંથી શ્લોક-૧ થી ૨૯નું ટીકા-ટીકાર્થ સહ શબ્દશઃ વિવેચન તૈયાર થવા આવેલ છે, તે પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૧ રૂપે પ્રકાશિત થાય છે. એકેક શ્લોક અને તેની સ્વોપજ્ઞ ટીકામાં એવા એવા સુંદર-સુંદરતા-સુંદરતમ પદાર્થો છે કે, પુનઃ પુનઃ એનું ચિંતન-મનનનિદિધ્યાસન કરી એ પદાર્થોને જીવનમાં આત્મસાત્ બનાવીએ એવું એક ચોક્કસ લક્ષ તો આ ગ્રંથરત્ન વાંચતાં પેદા થાય જ છે. એ પદાર્થોની અપૂર્વતા-ગહનતા માટે વિશેષ લખવાની જરૂર નથી; કેમ કે, શ્લોક-૧ થી ર૯ની વિસ્તૃત અનુક્રમણિકા તૈયાર કરેલ છે, અને શ્લોક-૧ થી ૨૯ની પંડિતવર્યશ્રીની સંકલના પણ તૈયાર કરેલ છે, જે વાંચતાં વાચકવર્ગને સ્વયં જ ગ્રંથમાં રહેલા પદાર્થોની સૂક્ષ્મતાગહનતાનો ખ્યાલ આવશે.
વળી, આ ગ્રંથની કાવ્યમય રચના હોવાથી મહોપાધ્યાયશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ આ કાવ્યમાં અનેક અલંકારોનો પ્રયોગ કરેલ છે, અને એ અલંકારોના નિરૂપણ વખતે આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય અને મમ્મટના કાવ્યાનુશાસન અને કાવ્યપ્રકાશ ગ્રંથના ઉદ્ધરણો પણ ટાંકેલ છે.
આપણે અહીં માત્ર કાવ્યદૃષ્ટિએ પ્રતિમાશતક ગ્રંથરત્નમાં શ્લોક-૧ થી ૨માં કયા કયા શ્લોકોમાં કયા કયા અલંકારો નિરૂપાયેલા છે, તેનો માત્ર નામનિર્દેશ કરીએ છીએ; કેમ કે, તે તે અલંકારોનું નિરૂપણ તો ટીકાર્થ-વિવેચનમાં કરેલ જ છે.
શ્લોક-રમાં ઉન્મેક્ષા કે ઉપમા અલંકાર શ્લોક-૩માં સ્વરૂપ ઉભેક્ષા અલંકાર શ્લોક-૪માં રૂપકગર્ભ કે અતિશયોક્તિ અલંકાર શ્લોક-૫માં કાવ્યલિંગ અનુપ્રણિત અતિશયોક્તિ અલંકાર શ્લોક-૮માં ઉપમા અલંકાર શ્લોક-૯માં વ્યતિરેક અલંકાર બ્લોક-૧૦માં વિનોક્તિ, રૂપક, કાવ્યલિંગ અને સંકર અલંકાર શ્લોક-૧૬માં પર્યાયોક્ત અને ગમ્યોત્યેક્ષા અલંકાર શ્લોક-૨૪માં વ્યસ્તરૂપક અલંકાર શ્લોક-૨પમાં વિનોક્તિ અલંકાર શ્લોક-૨૮માં ઉભેંક્ષા અલંકાર
આ રીતે તે તે શ્લોકોમાં તે તે અલંકારોનું યોજન ગ્રંથકારશ્રીએ કરેલ છે અને એના દ્વારા ગ્રંથકારશ્રીજીની વિશિષ્ટ કવિત્વશક્તિનું પણ આપણને દર્શન થાય છે.