________________
વિરધવલની ઉદાસીનતાનું કારણ ૧૫ આ દુનિયાના પામર જીવે કર્મ કરતી વખતે બીલકુલ આગામી દુઃખની દરકાર કરતા નથી. પણ વર્તમાન કાળને જ દેખે છે. આવાં દુષ્ટ કર્મોનાં ફળ ભેગવવાં પડશે કે કેમ? તેની આગાહી પણ બિલકુલ કરતા નથી; પણ જ્યારે તે વિપાકે ઉદય આવે છે ત્યારે તેમાંથી છુટવા માટે આમ તેમ ફાંફાં મારે છે, ઉપાયો કરે છે અને આર્તા સ્વરે રૂદન કરે છે. પણ તેમ કરવાથી તેઓને છુટકારો થવાને નથી જેવા પરિણામે જે કર્મ બાંધ્યું છે તેવા જ તીવ્ર ચા મંદ વિપાકે તેનાં ફળ ભેગવવાં જ પડે છે. માટે દુઃખથી ઉદ્વિગ્ન થનારા જીએ કર્મ કરતી વખતે જ સાવધાન રહેવાની જરૂર છે, કે જેથી તેના કટક વિપાકો ભેગવવાનો અવસર જ ન આવે. *
વિશ્વાસઘાત મહાનૂ પાપ છે. વિશ્વાસઘાત કરનારાઓ - અગતિમાં જાય છે અને રૌરવ જેવી હાલતમાં પોતાની જીદગી ગુજારે છે
આ વણિકને પિતાના પાપન-વિશ્વાસઘાત કરવાનો અત્યારે પશ્ચાત્તાપ થયે, પણ અવસર વિનાને પશ્ચ ત્તાપ નકામો છે. તે પશ્ચાત્તાપથી અત્યારે તેઓ છુટી શકે તેમ નહોતા. કારણ કે “તીવ્ર કર્મને વિપાક પણ તીવ્ર જ હોય છે. તે યુવાન પુરૂષ તે નિઃસ્પૃહની માફક ત્યાંથી દૂર ચાલ્યા ગયે હતું, એટલે તેમના દુઃખને અંત ત્યાં જ આવે તેમ - નહોતો જ. આ વાર્તા શહેરના મેટા ભાગમાં પ્રસરી ગઈ