________________ તે તે બહુ સારી સુખદ રીતે બેઠેલા ગણવ. તિર્યંચ ગતિ પણ કેટલી વ્યાપક છે? એમાં પશુપક્ષીની અનેક ગતિ છે. (1) એક ઈન્દ્રિયવાળા, (2) બે ઈન્દ્રિયવાળા, (3) ત્રણ ઈન્દ્રિયવાળા, (4) ચાર ઈન્દ્રિયવાળા અને (5) પંચેન્દ્રિય. . એકેન્દ્રિય એટલે માત્ર સ્પર્શેન્દ્રિયવાળા જ જીવ. એમાં પણ પાછા પ્રકાર પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસપતિકાય. વનસ્પતિકાય કેટલા? પ્રતિક્રમણમાં સાત લાખના સૂત્રમાં આપણે બોલીએ છીએદશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય. એમાં ય પાછા પ્રત્યેક અને સાધારણ સાધારણ એટલે અનંતકાય. સાધારણમાં પણ બે પ્રકાર બાદર અને સૂમ. બાદર એટલે ધૂળ....કાંદા બટાકા વગેરે. સૂક્ષ્મ-સાધારણ એટલે આંખે દેખાય નહીં તે નિગે. નિગોદમાંથી બહાર નીકળ્યા પછી આવી અનંત જીવસૃષ્ટિના ચક્કરમાં ફરતા ફરતા છેલે આ માનવજન્મ મળ્યો.