Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧લું
સાધન-સામગ્રી :
અએક ડઝન લેખ કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ગામમાં છે. ૧૩ મી સદીના લગભગ ૨૦ લેખ અને ૧૪ મી સદીના લગભગ ૯૦ લેખ છે, જ્યારે ગુજરાતની સલ્તનતને કાલના એટલે કે ૧૫ મી અને ૧૬ મી સદીના અનુક્રમે ૧૪૦ અને ૯૦ લેખેને સમાવેશ થાય છે.
આ લેખની એક વિશિષ્ટતા એ છે કે મોટા ભાગના લેખમાં રાજવીઓની પૂરી વંશાવળી આપવામાં આવી છે, જે ભારતના બીજા ભાગના લેખમાં ભાગ્યે જ જોવા મળે છે.
તવારીખમાં જેમને નિર્દેશ થયે છે તે રાજકુલની વ્યક્તિઓ અને અમીરોનાં પણ કાર્યસ્થળ પદવી તેમજ નિશ્ચિત સમયની માહિતી બહુધા લેખો પરથી જ મળી શકે છે, એટલું જ નહિ, પણ સતત કાલના ઓછામાં ઓછા બે ડઝનેક જેટલા નવા અમીર અથવા કર્મચારીઓનાં નામ આ લેખમાં સચવાયાં છે, જે પરથી એમનાં કાર્યસ્થળ અને સમય પણ જણાઈ આવે છે. ઉપરાંત અમીરાના ખરા નામોચ્ચાર માટે પણ આ લેખે ઉપયોગી છે.
એ જ પ્રમાણે આ લેખો પરથી રાજ્ય-પ્રણાલી વગેરે વિશે કાંઈ ખ્યાલ આપતા અમુક હદ્દા (એમના ખર નામેચ્ચાર સાથે જોવા મળે છે. દા.ત. મુસર્ટિફ, હાજીએ દરગાહ, કૂરએગે મૈમના, કોત૮)વાલ, જામદારે ખાસ, શહનાબેક, ખાઝિને મમાલિક, આરિઝ મમાલિક, નદીમ વગેરે. વળી ઈતિહાસમાં ગુજરાત સલતનતની રાજ્ય-સીમાઓ વિશે જે માહિતી મળે છે તેનું સમર્થન કરતા. બલકે આ સીમાઓ નિશ્ચિત કરવામાં કાંઈ મદદરૂપ થઈ પડે તેવા, લેખ રાજસ્થાનમાં જાલેર અને સાંચોર તેમજ મહારાષ્ટ્રમાં નંદરબાર અને ભામેર ગામમાં મહમૂદ બેગડા, મુઝફફર ૨ જા તેમજ બહાદુરના સમયને પ્રાપ્ત થયા છે, એ જ પ્રમાણે ગામો અને કસબાઓના નવા નામકરણની પ્રથા આજની જેમ એ સમયે પણ પ્રચલિત હતી એ આ લેખે પરથી પણ પ્રતીત થાય છે. વિશેષ કરીને મહમૂદ ૧ લા (બેગડા)ના સમયમાં આ પ્રથા વધુ અપનાવાઈ હતી એમ જણાય છે. જૂનાગઢ અને ચાંપાનેરના અનુક્રમે “મુસ્તફાબાદ” અને “મુહમ્મદાબાદ” નામકરણની માહિતી તે ઇતિહાસનાં પુસ્તકમાં પણ ઉપલબ્ધ છે, પણ માળિયા મિયાણાનું નામ “રસૂલાબાદ અને વળી દાહનું નામ “મહમૂદનગર” રાખવામાં આવ્યું હતું એ તો માત્ર ત્યાં મળી આવેલા લેખે પરથી જ જાણવા મળે છે.
આ લેખમાં આવતી જે બીજી માહિતી સાધારણ રીતે સમકાલીન ઇતિહાસનાં પુસ્તકમાં જોવામાં આવતી નથી તે રાજ્યવહીવટના બીજાં અમુક ક્ષેત્રો સંબંધી હોઈ મહત્વપૂર્ણ ગણાય. સલ્તનત કાલનાં રાજ્ય–ફરમાને ફરમાને