________________
લેખ નં. ૨ cacareansoolocavacaceae ૪ તીર્થંકરદેવની કેશ (વાળ) મીમાંસા
લે. યશવસૂરિ 8 આપણે ત્યાં કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી રચિત વીતરાગતેત્રને માત્ર એક જ કલેક અને તેની ટીકા, મોટા ભાગે તેના આધારે, તમામ આચાર્યો, અન્ય પદ, મુનિરાજે, સાધ્વીજીઓ, શિક્ષિત શ્રાવક-શ્રાવિકાઓ, જૈન ગૃહસ્થ પંડિત સહુ કઈ વરસેથી મક્કમપણે માને છે કે દીક્ષા લેતી વખતે માથાના વાળને લેચ થઈ ગયા પછી વાળ વધતા નથીકદી ઓછાવત્તા થતા નથી. આ સ્તંત્ર તેના અર્થ સાથે ભણનારા મોટી સંખ્યામાં સાધુ-સાધ્વીજીઓ હોવાથી આ માન્યતા વધુ પ્રમાણમાં ફેલાએલી છે.
હકીકતમાં ઉપરોક્ત માન્યતા શું બરાબર છે ખરી? કેમકે શ્રી હેમચંદ્રાચાર્યજીએ લેકમાં વાળની “અવસ્થિતિને સમય બિલકુલ જણાવ્યું નથી. છતાં શ્રી હેમચંદ્રાચાર્યજીનું મંતવ્ય જે દિક્ષાની સાથે જોડવામાં આવે છે તે બરાબર નથી. મૂલકના શબ્દ-વાક્યો ઉપર પૂરતું લક્ષ્ય અને ટીકાની વાત મૂલ સાથે બંધબેસતી છે કે કેમ! તેને પણ પૂરતે વિચાર કરાયે નથી, એટલે પરિણામે અભ્યાસી ચતુર્વિધ સંઘમાં તેમજ જેન શિક્ષક વગેરેમાં એક તદ્દન ખોટી માન્યતા જામી ગઈ