________________
તીર્થંકરદેવની કેશમીમાંસા ]
[ ૬૭ કેવળજ્ઞાન પછી જ શરૂ થાય છે, નહિ કે દીક્ષા વખતથી. ટીકાકારની સામે આ વાત હતી જ, તે પછી તેમને આમ કેમ વિધાન કર્યું?
સમીક્ષા-મારી સમજ મુજબ એક વાત નિશ્ચિત થાય છે કે ટીકાકારની વાત હેમચંદ્રાચાર્યજીના વિચાર સાથે બંધબેસતી નથી. જન્મનાં ચારને છોડીને બાકીનાં ત્રીશ અતિશયે કેવળજ્ઞાન થતાં જ પ્રગટ થાય છે. હવે જે ટીકાકારની વાતને
સ્વીકારીએ તે ત્રીશમાંથી એક જ અતિશયને જુદો પાડીને દક્ષા સાથે જોડવો પડે, અને આ વાત બિલકુલ બંધ બેસે નહીં, ઊલટું તે શાસ્ત્રવિરોધી બની રહે. અતિશયે માટે બે જ * અવસ્થા નકકી થએલી છે, એક જન્મ વખતની અને બીજી કેવળજ્ઞાનપ્રાપ્તિ સમયની. જન્મ વખતે સહજ ગણાતા ચાર અતિશય જે જીવનભર રહે છે તે. બીજા વિશ જે રહ્યા તે ઘાતી” નામનાં ક્લિષ્ટ કર્મોને ક્ષય થાય ત્યારે જ પ્રગટે, પહેલાં નહીં જ અને દીક્ષા વખતે તો ઘાતકર્મો ભરપૂર બેઠાં છે તે પછી દીક્ષા વખતે અતિશય કયાંથી જન્મે? ઘાતકર્મનાં ક્ષયથી ૧૧ અતિશય પ્રાપ્ત થઈ જતાં તરત જ કેવળજ્ઞાન પ્રગટે. બાકીના ૧૯ અતિશયે કેવળજ્ઞાન પછી પ્રગટે, આ રીતે ૩૦ અતિશય છેલ્લે જ પ્રગટ થાય છે. આ એક સીધી-સાદી સમજની વાત હોવા છતાં ટીકાકારે સર્વવિરતિ–દીક્ષા પ્રસંગથી વાળની અવસ્થિતિ જણાવીને અવસ્થિતઅતિશયનું જોડાણ કર્યું તે વાત કઈ રીતે ગળે ઉતરે? ટીકાકારે લખ્યું એટલે * આપણું સ્તવને વગેરે પણ અતિશય માટે બે જ અવસ્થા જણાવે છે.