________________
અશાક-આસપાલવ ]
[ ૧૨૯ જડ પદાર્થોની અનંત ભૂતકાળની, વર્તમાનકાળની અને ભાવિ અનંતકાળની તમામ પરિસ્થિતિઓ અને અવસ્થાઓ સમકાળે આત્મપ્રત્યક્ષ હોય છે. દર્પણ–અરીસામાં સામે આવતા તમામ પદાર્થો પ્રતિબિંબિત થાય છે તેમ કેવળીના કેવલજ્ઞાનમાં ત્રણેયકાળના અનંત પર્યાયવાળા તમામ પદાર્થો પ્રતિબિંબિત થાય છે.
આ જ્ઞાનને સારી રીતે પરિચાયક સંસ્કૃત શબ્દ સર્વજ્ઞ” છે. વ્યવહાર ભાષાને ઠીક ઠીક પરિચય કરાવતે શબ્દ “ત્રિકાલજ્ઞાન” છે, અને એથી વધારે બંધબેસતે સાન્વર્થક શબ્દ “કેવલ-કેવલજ્ઞાન” છે.
આવું કેવલજ્ઞાન જે વૃક્ષ નીચે (કે જે વૃક્ષની સમીપે) થયું, તે વૃક્ષ પણ (સ્મૃતિરૂપે) અમર બની જાય ! એમ પણ કહી શકાય કે જાણે તે અમર બનવા માટે જ સજાયું હશે! રાગ-દ્વેષથી સર્વથા પરાત્પર થએલી તીર્થંકર પરમાત્મા જેવી વિશ્વની અંતિમ કક્ષાની વ્યક્તિ, જેનાથી મેટી બીજી કઈ વ્યક્તિ ત્રણેયકાળમાં હોતી નથી અને હોય તે તે તીર્થકર જ હેય. આવા સર્વગુણસંપન્ન પરમ આત્મા જે વૃક્ષ નીચે પધારે, એમના પવિત્ર ચરણ અને એમની નિર્મળ કાયા આશ્રય લે, એમની કાયાના સર્વોત્તમ પરમાણુઓની છાયા રૂપે પ્રસરતા પુદ્ગલ પરમાણુઓને સ્પર્શ થવા પામે. આ ઘટના એ વૃક્ષ માટે પણ નાનીસૂની વાત નથી. અરે ! એ વાત માટે પણ હું તો એમ કહું કેઅશોક, ૯