________________
તીર્થકરદેવની કેશમીમાંસા ] પ્રતિષ્ઠિત અગ્રણી આચાર્યશ્રી કે વિદ્વાનોએ પહેલીવાર જે અર્થ કર્યો હોય તે જ અર્થ તેમના સંઘાડાના કે અન્ય સાધુ-સાધ્વીજીએ કરે, તે પછી તે અર્થ શ્રાવક-શ્રાવિકાઓમાં ફેલાય.
ઉપરના બધા ઉલ્લેખેથી પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી સહિત તમામ આચાર્યશ્રીઓને વાળનું અવૃદ્ધિ-સ્થિરીકરણ કેવલજ્ઞાન થયા પછી જ અભિમત છે એ વાત નિર્વિવાદ અને નિઃશંક પુરવાર થાય છે.
ઉપરની હકીકત ઉપરથી એક મહત્ત્વની બાબત એ નીકળી આવે છે કે છેલ્લાં સેંકડે વરસમાં થએલા પૂજ્ય આચાર્યાદિ શ્રમણ મુનિવરેએ માત્ર એક વિતરાગસ્તવની ટીકાને જ આધારરૂપ ગણુને કાગળ, વસ્ત્રાદિ ઉપર ભગવાનને વાળ વિનાના જ ચિતરવાની પ્રથા પાડી દીધી હશે. જે મારી આ વાત બરાબર હોય તે ચિત્ર શાસ્ત્રવિહિત થવા પામ્યાં નથી એમ કહેવું પડે.
હવે પછી રજૂ થતાં વધુ જવલંત પુરાવાઓથી દીક્ષા વખતથી વાળની અવૃદ્ધિનું ટીકાકારનું વિધાન કેટલું અનુચિત છે તે સમજાઈ જશે.
હવે પછી જે ટેચના, આંખ ઊઘાડી નાંખે તેવા, દલીલ વિના ચુપચાપ સ્વીકારી લેવા પડે એવા પુરાવા આપું છું. એ વાંચ્યા પછી અતિશયની વાત, દીક્ષા વખતથી જ વાળની અવૃદ્ધિની ફેલાએલી જોરદાર હવાની વાત, બરફની માફક ઓગળી જતી લાગશે. છતાં મેં પ્રારંભમાં આ લેખમાં આટલી લાંબી વિચારણા એટલા માટે કરી કે તે વાંચીને, અતિ