________________
૯૦ ]
[ તીર્થંકરદેવની કેશમીમાંસા બળિયા સાથે બાથ ન ભીડવાની સલાહ આપી, જીવને જોખમમાં ન મૂકવા કહ્યું, પણ એને સત્તા-વૈભવને નશે ચઢયો, પછી એ મને શેને? છતાં સાંભળીને તેને થોડી ચિંતા તે થઈ એટલે એને થયું કે કઈ મહાત્માનું શરણું લઈને જાઉં તે પછી વાંધો ન આવે, એવી મતિ સૂઝી. જ્ઞાનથી જોતાં જોતાં ભગવાન મહાવીરને જોયા, દૂરથી વંદન કર્યું. પછી પોતાના સાથીઓના વાતની સદંતર અવગણના કરી ભાઈ નીકલ્યા. રક્ષા માટે ભગવાનને પગે લાગી, શરણું સ્વીકારી, સહાય યાચી આકાશમાં એકદમ ઊડીને સૌધર્મ ઇન્દ્રના વિમાન પાસે પહોંચ્યો, કુચેષ્ટાઓ શરૂ કરી પછી સૌધર્મ ઈન્દ્રની સભામાં જઈ હાકટા-પાકોટા પાડવા માંડ્યાં, તુચ્છકારે–અપમાન કર્યા, અશ્રાવ્ય વેણ ઉચ્ચારી પડકારા કર્યા, સમજાવવા જતાં વધુ ઉશ્કેરાયે. બન્ને જોયું કે હવે આવા અભિમાનની ભાંગ પીધેલા માટે ચૌદમા રતન (શિક્ષા) સિવાય રસ્તે નથી. ઈન્ડે ઝટ લઈને વા (ઈન્દ્રનું રક્ષા માટેનું આખરી શસ્ત્ર) હાથમાં લીધું અને ચમરેન્દ્ર ઉપર છેડયું, ભયંકર જવાળાએ છોડતા વજને જોતાં જ મુઠ્ઠી વાળીને અમરેન્દ્ર ભાગ્યે. હવે મારું શું થશે? કેમ બચવું? તે ચિંતા થઈ પડી એટલે જતી વખતે સ્વરક્ષા માટે, ગૌતમ! જેમ એણે મારું શરણું લીધું હતું, તેમ પાછા આવતાં પણ ફરી ભગવાનનાં ચરણ એ જ મારું શરણ” એમ વિચારીને ઝડપથી દોડીને મારા પગ વચ્ચે બેસી ગયા.
બીજી બાજુ શક્ર ઈન્દ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકી જોયું કે અમરેન્દ્ર અને વાની સ્થિતિ શું છે? જોતાં જ,