________________
[ ૧૫ ]
સિવાય) તિશિલ્પ જૈનમૂર્તિશિલ્પ સમાન સવત્ર કરવામાં આવ્યું છે. પદ્માસન અને માથાના વાળ વગેરે લગભગ જેનમૂર્તિ સાથે બંધબેસતા હોય છે.
જેમાં વર્ધમાનવિદ્યાનાં મંત્રપટમાં સમેસરણના ત્રણ ગઢ બતાવવાની જે પ્રથા છે તે બૌદ્ધના પટમાં ફક્ત આઉટલાઈનની દષ્ટિએ પણ જોવા મળે છે. ત્રીજા ચેરસના વચલા ભાગમાં ભગવાન બુદ્ધની મૂર્તિ ચીતરેલી હોય છે.
આવા કારણે બૌદ્ધ અને જૈનધર્મ વચ્ચે કોઈ તુલનાત્મક અભ્યાસ કરે તે ઘણી ઘણી નવી નવી બાબતો પ્રકાશમાં આવે.
સન ૧૯૨માં જૈન સાધુ-સાધ્વીઓની સંખ્યા કેટલી હતી
તેની સમય યાદી સમગ્ર ભારતના (૧) મૂર્તિપૂજક (૨) સ્થાનકવાસી (૩) તેરાપથી અને (૪) દિગંબર આ ચારેય જેને સંપ્રદાયના સાધુ-સાધ્વીઓની મળીને સંપ્રદાયગત સંખ્યા સન ૧૯૯૨માં કેટકેટલી હતી અને બધાં મળીને કુલ સંખ્યા કેટલી તેનું કોષ્ટક અહીં આપ્યું છે. જે સહુને ગમશે.
વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં વર્તમાનમાં છ ગચ્છો વિદ્યમાન છે. ૧. તપાગચ્છ, ૨. અંચલગચ્છ, ૩. ખરતરગચ્છ, ૪. ત્રિસ્તુતિક (ત્રણ) ગચ્છ, ૫. શ્રી પાર્ધચંદ્રગચ્છ અને ૬. વિમલગ૭. તેની સૂચી નીચે મુજબ છે..