________________
૧૯૬
આવ્યું. તેઓ જેનલ્લાના પ્રચારમાં અમે શું કરી શકીએ અને શું કરવા જેવું છે તે અંગેની વાતચીત કરવા ખાસ આવ્યા હતા. તેઓ બે દિવસ રોકાયા અને પિતાની સાથે અમેરિકાથી મારા માટે સન ૧૨ ના અંતમાં છપાએલું ૧૭/૨૦ ઇંચની સાઈઝનું સન ૧૯૩નું એક કેલેન્ડર લાવ્યા હતા. તે કેલેન્ડરનું નામ (Tantrik Buddhist Art) “તાંત્રિક બુદ્ધિસ્ટ આર્ટ” હતું. જેમાં ૧૨ ચિત્રો હતાં. તેમાં માર્ચ મહિનાના પેજમાં બુદ્ધ ભગવાનનું ચિત્ર જરા વિશિષ્ટ પ્રકારનું હતું. છાતી ઉપર કપડું ન હતું. તે ચિત્ર હાથની મુદ્રાને છેડીને બાકીની આકૃતિ-રચના પ્રવાસન સહિત જૈન મૂર્તિની રચના સાથે વધુ બંધબેસતી હતી. માથે મુગટ, ગળામાં, છાતી ઉપર દાગીના, બે હાથ ઉપર બાજુબંધ અને ચારે બાજુનું ફરતું આર્ટ જેન પરિકરની
ડી યાદ અપાવે તેવું હતું. બૌદ્ધોમાં શિલ્પ-સ્થાપત્ય અને જેન પારિભાષિક શબ્દોમાં સારી એવી નિકટતા વતે છે. એટલે હું શિક્ષિત પી. એચ. ડી. થવાવાળા વિદ્યાર્થીઓને બૌદ્ધ અને જૈન ધર્મના શિલ્પ કલામાં ક્યાં ક્યાં સામ્ય છે તેની તારવણી કરવા માટે પી. એચ. ડી. કરવા કહેતે રહ્યો છું. બે જણ તે ઉપર પી. એચ. ડી. થયા પણ છે પણ હું તેમના નિબંધથી માહિતગાર થઈ શક્યો નથી.