________________
૧૮૫ નાના-મોટા વિષયોનું શાસ્ત્રાનુસારી નિરાકરણ આવી જાય.
પ્રભુ શાસનને નજર સમક્ષ રાખી, તમારી શક્તિ અને સામગ્રીને શાસનના હિતમાં સદુપયેગ કરી સ્વ–પરની મુક્તિને ખૂબ નજીક બનાવો એ જ એકની એક સદાને માટેની શુભાભિલાષા.” ક
પૂરવણી નં. ૪ પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિજીના સમુદાયના શિલ્પકલાના અભ્યાસી આચાર્ય શ્રી કંચનસાગર' સૂરિજીએ મારા પર લખેલો પત્ર
નેધ : પરમ પૂજ્ય આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના આજ્ઞાવર્તી સ્વ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મહારાજ જેઓ જૈનશાસ્ત્ર સાહિત્યના પ્રશંસનીય અભ્યાસી વિદ્વાન હતા. તેમણે મારી “દેશમીમાંસાની પુસ્તિકા વાંચીને જવાબરૂપે લખેલા મારા એક પત્રમાં નીચે મુજબ જવાબ લખ્યો હતે.
મેં આચાર્યશ્રીજીને કેશમીમાંસાની પુસ્તિકામાં અસત્ય અયોગ્ય વિધાન લાગે તે જણાવવા નમ્રભાવે સૂચવ્યું હતું. તેના જવાબમાં પત્રમાં લખે છે કે
* “આપે કેશમીમાંસાની પુસ્તિકામાં ઘણું ઘણું મહેનત, ઘણું જ ગ્રન્થના આધારે અને ઘણું જ વિસ્તારથી લખીને એક અને બે પ્રકાશ પાડ્યો છે. વસ્તુ જાણવા જેવી જણાવી છે અને સહુ સમજી શકે તેવી છે.
“મારી પાસે પુરાવાઓ નથી અને ચર્ચા કરવાની તાકાદ પણ નથી” વગેરે....
- આ પત્ર ગોધરા શહેરથી લખ્યા હતા. ક