________________
૧૮૮
પૂરવણી નં. ૬ મુનપ્રવર શ્રી હેમરત્નવિજયજીને સવળાં છત્રની
માન્યતાને ટેકો આપતે પત્ર નોંધ – મુનિશ્રી રત્નભૂષણવિજયજીએ પૂર્વ ભારતની યાત્રા કરતાં ત્રણછત્ર અંગે અમને જે ખ્યાલ આપે એવો જ ખ્યાલ મુનિવર શ્રી હેમરત્નવિજયજીએ આપ્યું છે. તે વાત તેમના જ શબ્દોમાં નીચે વાંચો.
પૂર્વે આપે મેકલેલ પૂર્વાર્ધ મેં એકવાર નહીં પણ ત્રણ વાર દયાનપૂર્વક વાંચેલે. તે પૂર્વે જ્યારે હું બિહાર બંગાલની કલ્યાણક ભૂમિઓની યાત્રામાં હતા ત્યારે કુંડલપુર (નાલંદા), રાજગૃહી અને ક્ષત્રિયકુંડના પ્રાચીન જિનબિબના દર્શન કરતાં છત્રની રચના કેવી રીતે કરેલી છે તે ધ્યાનપૂર્વક જોયું હતું. વધુમાં સારનાથ (બનારસ) અને પટનાના મ્યુઝિયમમાં રહેલ પ્રાચીન જિનબિંબનું પણ નિરીક્ષણ કર્યું હતું. બધે જ છત્રની રચના આપે જણાવી છે તે રીતે (મેટું છત્ર નીચે, નાનાં બે ઉપર) સવળી જ જેવામાં આવી હતી, અને હાલ નવાં બનતાં પરિકરોમાં પણ સર્વત્ર એ પ્રથા જ પ્રચલિત રહી છે. જે કંઈ ગરબડ થઈ છે તે લટકાવવામાં આવતાં ચાંદીનાં છત્ર બનાવવામાં થઈ છે, પરિકમાં નહીં.
* એક વાત- મોટાભાગના સાધુઓને છત્રના ક્રમ બાબતને ખ્યાલ જ્યારે નથી હોત તો શ્રાવકોને તે હેય જ ક્યાંથી? એટલે તેઓ ચાંદીનાં છત્રો શાસ્ત્રોક્ત રીતે શી રીતે બનાવે ?