________________
૧૩૦ ]
[ અશાક-આસેાપાલવ
આ એક વિશ્વની ઐતિહાસિક, નેાંધપાત્ર, અસાધારણ ઘટના છે. વેધક દૃષ્ટિવાળા, તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ ધરાવનારા જ્ઞાની-વિજ્ઞાનીઓને માટે મનનીય બાબત છે.
મૂલ વાત ઉપર પાછા આવીએ—
સર્વ શ્રેષ્ઠકક્ષાનું કેવલજ્ઞાન જે વૃક્ષ નીચે (કે જે વૃક્ષની સમીપે ) પ્રગટ થયું, એટલે તે વૃક્ષ આ મહાન ઘટનાના કારણે સદા–સર્વાંદા માટે વંદનીય, પૂજનીય અને સ્મરણીય બની જાય છે, અને તેથી દેવલાકની ચમત્કારિક અસખ્ય ખાખતાના ધણી, ભૌતિક સુખ, સમૃદ્ધિ અને વૈભવના શિખરે બેઠેલા એવા દેવલાકના દેવેને પણ આ વૃક્ષનું બહુમાન કરવાનું મન થાય તે સ્વાભાવિક છે એટલે દેવે! જાણે એવું વિચારે છે કે અશેાકવૃક્ષની પ્રતિષ્ઠા તે અનાદિકાળથી આપણે કરી છે, તેા હુવે એક સાથે જોડાજોડ કંઈ એ વૃક્ષ થાડાં રખાય ! બીજી બાજુ જે વૃક્ષ નીચે ચૈત્ય ' એટલે જ્ઞાન પેદા થયું એને પણ અમર અને ઉચિત સ્થાન આપી બહુમાન કરવું ચેાગ્ય ગણાય એ માટે અને આ જ્ઞાનવૃક્ષની જનતાને પણ જાણુ કરવી છે એટલે અશેાકવૃક્ષની ટોચ ઉપર કેન્દ્રમાં કેવલજ્ઞાન-ચૈત્યવૃક્ષને સ્થાપી દેવું એટલે અશેાકવૃક્ષની શાભા વધશે, ધ્વજા જેવુ' લાગશે અને હજારાલાખા લેાકેાના નમનને એ પાત્ર બનશે. જાણે આમ વિચારીને દેવા ધજા-પતાકા, તેારણેા, ઘટાઓ, અષ્ટમ'ગલેાની આકૃતિઓ
6