________________
૧૮૬
પૂરવણી નં. ૫ ૫. પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મ. પિતાના પત્રમાં સવળાં છત્રની માન્યતાને ટેકો આપતા
શુ લખે છે? | નેધ– પરમપૂજ્ય આ. શ્રી સાગરાનંદસૂરિજીના શિષ્ય ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્ય શ્રી હેમસાગરસૂરિજી મહારાજ સં. ૨૦૩૬માં પાલીતાણામાં બિરાજમાન હતા ત્યારે ત્રણ છત્રની બાબતમાં તેઓશ્રી સાથે ચર્ચા-વિચારણા થતાં તેઓશ્રી મારી વાત સાથે તમારે નિર્ણય સાચો છે એમ કહીને પૂરેપૂરા સહમત થયા હતા. ત્યારે મેં તેઓશ્રીને કહ્યું કે આપ સહમત થયા હતા એવી મારી વાત આપનું જ ગ્રુપ નહીં માને, માટે આપ સહી સાથે આપને અભિપ્રાય લખી આપે. ત્યારે તેઓશ્રીએ બીજા પાસે અભિપ્રાય લખાવીને પિતાની સહી કરીને મોકલી આપ્યો હતો. આ પત્રમાં નીચેના ભાગે તેમના જ હસ્તાક્ષરની સહી છે.
તા, ક. આ અભિપ્રાયથી એક પ્રશ્ન ઊભો થાય છે કે જે પૂજયપાદ આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી સવળાં છત્રની માન્યતાને
સ્વીકારતા હતા. તો પછી મૂર્તિની પલાંઠીમાં અવળાં છત્ર કેમ કરાવ્યાં હશે? જવાબ આપનાર નથી એટલે તે વાત અદ્ધર જ રહે છે.
આગમમંદિર, પાલીતાણું
માગસર સુદિ સાતમ આચાર્ય શ્રી યશોદેવસૂરિજી અનુવંદના.
તમારો પત્ર મ. છત્ર બાબતમાં જણાવવાનું કે અમારા ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે શાસ્ત્રો જોઈને નક્કી કરેલું હતું કે ભગવાનને માથા પર પ્રથમ મેટું, તેની ઉપર તેથી નાનું અને તેની ઉપર તેથી