________________
૭૦ ]
[ તીર્થંકરદેવની કેશમીમાંસા
અનુભવ થયો છે. ક્યારેક એવું પણ અનુભવ્યું છે કે ટીકાકાર મૂલભૂત અર્થને સ્પર્શી શકયા ન હોય, અને આ વાત આગમનાં કે શાનાં સચોટ પુરાવા મળવાથી સમજાણી છે. રામનવર શુo આ શ્લોકની વાત કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછીની છે અને કેવળજ્ઞાન થયા પછી સંબંધ જોડીએ તે જ આગામે વગેરેમાં જણાવેલી કેવળજ્ઞાન થયા પછી ઈન્દ્ર મહારાજા તરત જ ભગવાનને કેશ વગેરેની સુંદર રીતે રચના કરે છે અને દૈવિક શક્તિથી કરેલી આ રચનામાં તે પછીથી લઈને ભગવાનના નિર્વાણ સુધીના કેશ, રેમ વગેરેમાં થતી હાનિ-વૃદ્ધિ અટકી જાય છે આ વાત સંગત થાય છે. આથી બીજો અર્થ એ ઉપસ્થિત થઈ જાય છે કે કેવળજ્ઞાન થતાં પહેલાં કેશની હાનિ-વૃદ્ધિ થતી હતી અને લેચ વગેરેના પ્રસંગે બનતા જ હતા. | મારા ખ્યાલ મુજબ દીક્ષા દિવસથી વાળની અવૃદ્ધિની વાત તે માત્ર ટીકાકાર અને અવસૂરિકાર આ બંનેએ જણાવી છે.
હવે મૂલ વાત ઉપર આવીએ વાળ એટલે લોચની વાત છે, એટલે જ લેકે તીર્થંકરદેવેના લોચના આચારની તથા અતિશય વગેરેના વિષયમાં પ્રાયઃ કશું જ જાણતા નથી હોતા. તેઓને સમગ્ર પરિસ્થિતિને ખ્યાલ આપવા માટે અહીંયા કેટલીક વિગતે રજૂ કરવી જરૂરી છે.
૧. મૂલમાં કે ટીકાઓમાં ત્રણ છત્રની કે કેશાદિકની વાતમાં ક્યાંક ક્યાંક એક મત દેખાય નહીં. ચેકસ નિર્ણય મળે નહીં. આના કારણે આવી બાબતમાં ઘણી શંકાઓ ઊઠે તે સ્વાભાવિક છે પણ અમુક શંકાઓને જવાબ આપવાનું કામ મારા અધિકાર બહારનું છે.